કોંગ્રેસના ભારે દિવસોઃ ચિદમ્બરમ બાદ સોનિયા અને રાહુલ ગાંધીના કેસ પર સુનાવણી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:49:24
  • Views : 487
  • Modified Date : 2019-08-30 12:49:24

  • નેશનલ હેરાલ્ડ કેસમાં સુનાવણી શરૂ
  • રાઉઝ એવેન્યુ કોર્ટમાં કરવામાં આવી રહી છે સુનાવણી
  • સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પર છે આરોપ

આ મામલે કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. આ અરજી રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી હતી. આજરોજ કોર્ટમાં કોંગ્રેસના વકીલ તરફથી સુબ્રમણ્યમ સ્વામીને તીખા સવાલ કરવામાં આવ્યાં.
 સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલ આર.એસ. ચીમા અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે તીખા સવાલ-જવાબ થયા. જેમાં વકીલ દ્વારા પૂછવામાં આવ્યું કે તમે નેશનલ હેરાલ્ડ કેસ અંગે ક્યારે ખબર પડી? જેના જવાબમાં સ્વામીએ કહ્યું કે સમાચાર પત્ર દ્વારા ખબર પડી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વકીલે પૂછ્યું કે શું તમે આર્ટીકલ ડાઉનલોડ કર્યો છે? જેના જવાબમાં સ્વામીએ હા કહ્યું હતું. વકીલે સ્વામીને પૂછ્યું કે શું આ સાચુ છે કે ફરિયાદના કારણે તમે આર્ટીકલ પૂરા વાંચ્યો નથી? જેમાં સુબ્રમણ્યમ સ્વામી એ જવાબમાં હા કહ્યું.વકીલ દ્વારા પુછવામાં આવ્યું કે શું તમે આર્ટીકલનો એટલો જ ભાગ ફરિયાદમાં ઉપયોગ કર્યો છે જેટલો તમને લાગ્યો, પૂરો આર્ટીકલ નહીં? જેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે નહીં, મે  પૂરો આર્ટીકલ મારી ફરિયાદમાં મેન્શન કર્યો નથી.આ સમય દરમિયાન કોર્ટમાં આરએસ ચીમાએ આર્ટીકલનો કેટલોક ભાગ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. તેમણે પૂછ્યું કે શું આર્ટીકલના કોઇ ભાગમાં એડિટીંગ કરવામાં આવ્યું છે?જેના જવાબમાં સુબ્રમણ્યસ્વામીએ કહ્યું કે મે આર્ટીકલ એડિટ કર્યો નથી. મારા તરફથી કાઇ છૂપાવવામાં આવ્યું નથી. નેશનલ હેરાલ્ડનું પબ્લિકેશન 1 એપ્રિલ, 2008ના રોજ શરૂ થયુ, ત્યારબાદ 7 એપ્રિલ 2016ના રોજ ફરી શરૂ કરવામાં આવ્યું. શું છે નેશનલ હેરાલ્ડ કેસ?તમને જણાવીએ કે આ મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધી, અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પર આરોપ લગાવામાં આવ્યાં છે. જેમાં આરોપ છે કે કોંગ્રેસના ફંડમાંથી 1938માં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) નામન કંપની ઉભી કરવામાં આવી.જે નેશનલ હેરાલ્ડ, નવજીવન અને કોમી આવાજ નામના ત્રણ ન્યૂઝપેપરનું સંચાલન કરતી હતી. 1 એપ્રિલ 2008ના રોજ બધા ન્યૂઝ પેપર બંધ કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011ના રોજ 90 કરોડની રૂપિયાની લોનને પોતાની જવાબદારી હેઠળ લઇ લીધી.પાર્ટીએ 90 કરોડની લોનની ભરપાઇ કરી. ત્યારબાદ 5 લાખ રૂપિયામાં યંગ ઇન્ડિયન કંપની બનાવામાં આવી જેમાં સોનિયા અને રાહુલ ગાંધીની 38-38 ટકા ભાગીદારી હતી. ત્યારબાદ ગોટાળો કરીને યંગ ઇન્ડિયનના કબ્જામાં AJL કંપનીને કરવામાં આવી. ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડની લોન પણ માફ કરી દીધી.  

Download Our B K News Today App



Related News