કોંગો ફીવર શું છે અને તેના લક્ષણો અને બચવાના શું છે ઉપાયો?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 18:23:30
  • Views : 1825
  • Modified Date : 2019-08-30 18:23:30

સૌ પહેલી વાર 1944માં ક્રિમિયામાં કોંગો વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ 1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. પછી 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈરાનમાં જોવા મળ્યો. 2011માં પહેલી વાર ગુજરાતમાં આ વાયરસ જોવા મળ્યો હતો. મોટાભાગે તે પૂર્વ આફ્રિકામાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલમાં આ કોંગો ફીવર દેખા દઈ રહ્યો છે. જેના ફળ સ્વરૂપ અમદાવાદ અને સુરેન્દ્રનગર મળીને કુલ 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. કોંગો ફીવર શું છે અને તેના લક્ષણો શું છે તે જાણી લઈએ તો તેની ટ્રીટમેન્ટ કરવી સરળ બને છે. જો સમયસર તેની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તે જીવલેણ બનતો નથી. માટે સાવધાની રાખવી એ મુખ્ય બાબત છે. કેવી રીતે પડ્યું કોંગો નામ?

1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. અનેક લોકોને તેના કારણે સખત તાવ આવ્યો. આ કારણે તે કોંગો ફીવરના નામે ઓળખવવા લાગ્યો.

શેનાથી ફેલાય છે?

  • પશુઓથી ફેલાય છે આ રોગ
  • પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે.
  • ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે.
  • ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે.
  • માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે.કોંગો ફીવરના લક્ષણો
    • તાવ આવવો
    • માંસપેશીમાં દર્દ થવું
    • માથાનો દુઃખાવો રહેવો
    • ચક્કર આવવા
    • પીઠનું દર્દ થવું
    • આંખોમાં બળતરા થવી
    • ગળું બેસી જવું
    • ઝાડા ઉલટી થવા
    • શરીરના છિદ્રોમાંથી લોહી આવવું
    • શરીર પર લાલ ચકામા થવા
    • 3થી 9 દિવસમાં ફેલાય છે વાયરસના લક્ષણો.
    • ઉપાય

      જ્યારે પણ તમને આ પ્રકારના લક્ષણો દેખાય ત્યારે તરત જ તમારા ફેમિલી ડોક્ટરનો કે અન્ય ડોક્ટરનો સંપર્ક કરવો. તરત જ તમામ તપાસ કરાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો તે જીવલેણ બની શકે છે. 

Download Our B K News Today App



Related News