30 સપ્ટેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો કેન્સલ થશે તમારું પાન કાર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 12:38:56
  • Views : 545
  • Modified Date : 2019-09-28 12:41:12

  • 30 સપ્ટેમ્બર પહેલાં કરી લો આ કામ
  • નહીંતર તમારું પાન કાર્ડ થશે કેન્સલ
  • પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કરી લો લિંક
  • 2 દિવસમાં કરી લો આ ઓનલાઈન પ્રોસેસ

આધાર કાર્ડને કરો પાન કાર્ડ સાથે લિંક

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરની છે. હવે આ તારીખને ફક્ત 2 દિવસની વાર છે. જો તમે તમારા પાન કાર્ડને હજુ પણ આધાર સાથે લિંક કર્યું નથી તો તમારે તરત જ આ કામ કરી લેવાની જરૂર છે. નહીં તો તમારું પાન કાર્ડ કેન્સલ થઈ જશે. જાણો ઓનલાઈન પ્રોસેસથી કઈ રીતે આધાર અને પાન કાર્ડને કરશો લિંક

  • સૌ પહેલાં તો આ બંને કાર્ડને એકમેકની સાથે લિંક કરવા માટે તમારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અધિકૃત વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે. અહીં તમને ડાબી તરફ પાન- આધાર લિંક કરવાનો ઓપ્શન દેખાશે.
  • હવે તમે તેની પર ક્લિક કરો અને સાથે એક ફોર્મ આવશે. તેની પર તમારે તમારો પાન અને આધાર નંબર કાર્ડ પર લખ્યો હશે તે રીતે ઉમેરવાનો રહેશે. સાથે આધારમાં લખેલું નામ પણ તે જ પ્રમાણે લખવાનું રહેશે. આધાર કાર્ડમાં ફક્ત બર્થ ઈયર લખ્યું છે તો તમે બોક્સ પર માર્ક કરો જ્યાં એવું લખ્યું છે કે આઈ હેવ ઓનલી ઈયર ઓફ બર્થ ઈન આધાર કાર્ડ.
  • અહીં તમને પૂછવામાં આવશે કે શું તમે તમારી આધાર સાથે જોડાયેલી ડિટેલ્સને UIDAIને ચેક કરાવવા ઈચ્છો છો તો તેને મંજૂરી આપો.
  • આ ફોર્મમાં સૌથી નીચે કેપ્ચા વર્ડ એન્ટર કરીને ઓટીપીની રિકવેસ્ટ મોકલો. પછી આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાના ઓપ્શન પર ક્લિક કરો. સાથે જ તમારી લિંકિંગ પ્રોસેસ પૂરી થઈ જશે.

Download Our B K News Today App



Related News