બ્રિટનના PM જોનસને ગાંધી-આશ્રમમાં બાપુને કર્યા નમન, બપોરે અદાણી સાથે ખાસ બેઠકનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-21 14:16:00
  • Views : 276
  • Modified Date : 2022-04-21 14:16:00

 

 

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી

ગાંધીઆશ્રમ પહોંચ્યા બ્રિટનના PM બોરિસ જોનસ

આશ્રમમાં બોરિસ જોનસને રેટિયો કાંત્યો

ગાંધીઆશ્રમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

 

બ્રિટનના PM બોરિસ જોનસ આજ વહેલી સવારે ગુજરાતના અમદાવાદમાં પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર PM બોરિસ જ્હોન્સનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમરોડ સ્થિત હોટલ હયાત રીજન્સીમાં રોકાણ કર્યું હતું. બાદમાં તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 

PM બોરિસ જોનસે ગાંધી આશ્રમમાં રેંટિયો કાત્યો

જ્યાં તેઓનું આશ્રમના સંચાલકો દ્વારા સુતરની આંટી પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના PM બોરિસ જોનસન  ગાંધી આશ્રમ પહોંચતા ત્યાં તેમનું મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરાયું હતું..અહીં તેમને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને રેંટિયો કાંતી ગાંધી મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો..ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન તેમને પોતાનો અનુભવ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યો હતો.તથા આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ભેટ પણ આપી હતી.

સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રસ્તા પર  સ્ટેજ તૈયાર કરાયા 

ઉલ્લેખનીય છે કે, PM બોરિસ જોનસના આગમનને લઈને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા છે, ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગુજેસલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુ.કેનો ધ્વજ લઈને ઉભા છે.

PM બોરિસ જોનસ મોડી સાંજે દિલ્હી રવાના થશે  

ઉલ્લેખનીય છે કે, PM બોરિસ જોનસ બપોર શાંતિગ્રામ અદાણી જશે ત્યારબાદ અમદાવાદથી સ્પેશિયલ હેલિકોપ્ટરમાં હાલોલ જશે.જ્યાં તેઓ જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશ ત્યાર બાદ તેઓ હાલોલથી અમદાવાદ પરત આવી ગાંધીનગર જશે જ્યાં તેઓ અક્ષરધામ અને ગુજરાત બાયોટેકનોલોજી યુનિ.ની મુલાકાત લેશે. જ્યાં તેઓ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. બાદમાં સાંજે હોટલ પર પરત ફરી મીડિયા સાથે વાર્તાલાપ કરશે અને મોડી સાંજે દિલ્હી રવાના થશે

 

 

Download Our B K News Today App



Related News