તમે ક્યારેય કાળું ગુલાબ જોયું છે ?’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 14:34:40
  • Views : 632
  • Modified Date : 2019-11-18 14:39:58

આ વર્ષ મારી જિંદગીનું સૌથી ઉદાસ વર્ષ  હતું .જેમાં જિંદગીના કેલેન્ડરમાં ફાટેલા પૃષ્ઠ જેવું, મેં ઘરના ઉંબરાની બહાર પગ મૂકી દીધો હતો પણ સામે કોઈ રસ્તો નહતો.એ જ દિવસોમાં મારા મનની દશા એ લેખક ઓસ્કાર વાઇલ્ડના  શબ્દોમાં હતી કે મેં મરવાનો વિચાર કર્યો આવો ભીષણ વિચાર જ્યારે થોડોક કંઈક મોળો પડ્યો ત્યારે મેં જીવવા માટે મારું મન દૃઢ કરી લીધું. પણ વિચાર્યું કે ઉદાસીને હું મારો એક શાહી લેબાસ બનાવી દઈશ, અને આખો વખત પહેરી રાખીશ. જે ઉંબરામાં પગ મૂકીશ એ ઘર વૈરાગ્યનું સ્થાન બની જશે.દોસ્તોના પગ મારી ઉદાસીની સામે ચાલ્યા કરશે. મારા લોકોએ મને સલાહ આપી કે આ બધું જ જે દુઃખકારક છે તે હું ભૂલી જાઉં. હું જાણું છું કે એમ કરવું તદ્દન ઘાતક છે. એનો અર્થ એ છે કે ચંદ્ર સૂરજની સુંદરતા, સવારના પ્રથમ કિરણનું સંગીત, ઘેરી રાતોની ખામોશી, પાંદડાંમાંથી ચળાઈને આવતાં વરસાદનાં ટીપાં, ઘાસ ઉપરનું સરકતું ઝાકળ - એ બધું મારે માટે કડવુ થઈ જશે.પોતાના અનુભવને નકારવો એ તો પોતાની જિંદગીના હોઠોમાં હંમેશને માટે કોઇ જૂઠાણું ભરી દેવા જેવું છે એ પોતાના આત્માનો નકાર કરવા જેવું છે.’જેમાં ઇમરોઝ સાથે દોસ્તી હતી. પણ અનેક દ્વિધાઓમાંથી ગુજરતી જિંદગીની સૌથી ઉદાસ કવિતાઓ મેં આ વર્ષમાં લખી. એ દિવસોનું એક અજબ સપનું મને અક્ષરોઅક્ષર યાદ છે.જેમાં ગાડીમાં મુસાફરી કરી રહી હતી.જેમાં સામેની સીટ પર એક બુઝુર્ગ ચહેરો હતો જે ખૂબ નમ્ર અને ચમકતો હતો.આમ લાંબી મુસાફરીમાં હું પુસ્તકનાં પાનાં ઉથલાવતી રહીને પછી મારાં ખામોશ પુસ્તકોએ એ બુઝુર્ગને વાતોએ ચડાવ્યા અને એમણે મને પૂછ્યુંઃ‘તમે ક્યારેય કાળું ગુલાબ જોયું છે ?’ના થોડીવારમાં અહીં એક સ્ટેશન આવશે. ત્યાંથી એક રસ્તો એક નાનકડા ગામ તરફ જાય છે. ગામમાં ગુલાબનાં ફૂલોનો એક બાગ છે. એ બાગમાં થોડાંક લાલ રંગનાં ગુલાબ છે, બાકીનો આખો બાગ કાળાં ગુલાબનાં ફૂલોથી ભરેલો છે.’‘ખરેખર ?’‘તમને હું વિશ્વાસ કરવા જેવો લાગું છું કે નહીં ?’ ‘મેં તો અવિશ્વાસની કોઈ વાત નથી કરી.તમારે એ બાગ જોવો છે ?’હું એ જ વિચારી રહી હતી  એ બાગ હું જોઈ શકું છું એની એક વાર્તા પણ છે.’‘શું’ જો તમે જોવા આવો તો હું ત્યાં જ એ વાર્તા કહીશ.’હું આવીશ.’અને પછી એક સ્ટેશન પર હું અને બુઝુર્ગ માણસ ઊતરી ગયાં. એક લાંબો કાચો રસ્તો પકડ્યો. ત્યાં કોઈ સવારી જતી નહોતી. અને પછી ખરેખર અમે એક બાગમાં પહોંચી ગયાં.આમ આટલું મોટું અને ચમકદાર ગુલાબ મેં જિંદગીમાં ક્યારેય નહોતું જોયું. ગુલાબની પાંખડીઓ પરથી આંખ સરી જતી હતી. બહુ મોટો બાગ હતો. એક નાનકડા બાગમાં લાલ રંગના ગુલાબ હતાં અને એક નાના બાગમાં સફેદ દૂધિયા રંગનાં. બાકીનો આખો બાગ, માઈલો સુધી ફેલાયેલો, કાળાં ગુલાબોથી ભરેલો હતો.એની વાર્તા ?’કહે છે કે એક સ્ત્રી હતી, એણે ખૂબ સાચા દિલથી કોઈને પ્રેમ કર્યો, એકવાર એના પ્રેમીએ એના વાળમાં લાલ ગુલાબનું ફૂલ ખોસ્યું. ત્યારે સ્ત્રીએ પ્રેમનાં ખૂબ મીઠાં ગીત લખ્યાં.એ પ્રેમ લગ્નમાં ન પરિણમ્યો. એ સ્ત્રીએ પોતાની જિંદગી સમાજનાં ખોટાં મૂલ્યો પર ન્યોછાવર કરી દીધી. એક અસહ્ય પીડા તેના દિલમાં ઘર કરી ગઈ. અને તે આખી જિંદગી પોતાની કલમને એ પીડામાં ડુબાડીને ગીત લખતી રહી.આત્મવેદના એક એવી દૃષ્ટિ આપે છે, એ વડે તે કોઈ પરાઈ પીડાને જોઈ શકે છે. એણે પોતાની પીડામાં સમગ્ર માનવતાની પીડાને મેળવી દીધી અને પછી એવાં ગીતો લખ્યાં, જેમાં કેવળ એની નહીં, જગતની પીડા હતી.પછી ?’એ સ્ત્રી જ્યારે મરી ગઈ ત્યારે તેને આ ધરતીમાં દાટવામાં આવી. એની કબર પર કેવી રીતે, ગુલાબનાં ત્રણ ફૂલ ઊગી નીકળ્યાં - એક લાલ રંગનું હતું, એક કાળા રંગનું અને એક સફેદ રંગનું.’અજબ વાત છે !’અને પછી એ ફૂલો પોતાની મેળે જ વધતાં ગયાં. ન કોઈએ પાણી પાયું, ન કોઈએ સંભાળ રાખી. અને ધીરેધીરે અહીં ફૂલોનો એક બાગ બની ગયો.‘હવે તમે પોતાની નજરે જોઈ લીધું છે કે એક ભાગમાં લાલ રંગનાં ગુલાબ છે, એક ભાગમાં સફેદ રંગનાં, ને બાકીના ભાગમાં કાળા રંગનાં.’લોકો શું કહે છે ?’લોકો કહે છે કે એ સ્ત્રીએ પ્રેમનાં જે ગીત લખ્યાં તે લાલ રંગનાં ગુલાબ બની ગયાં છે, જે દર્દભર્યા ગીત લખ્યાં તે કાળા રંગનાં ગુલાબ બની ગયાં છે, અને એણે માનવપ્રેમના જે ગીત લખ્યાં તે સફેદ ગુલાબનાં ફૂલ બની ગયા છે.માથાથી તે પગ સુધી મને એક ધ્રુજારી આવી, ને મેં બુઝુર્ગને પૂછ્યુંઃ‘તમારું નામ શું છે ?’‘મારું નામ ? - મારું નામ ‘‘સમય’’ !’સમય ! તમે મારી જ વાત મને સંભળાવી રહ્યા છો ?’સમયના સ્મિત અને મારી પોતાની ધ્રુજારીથી મારી આંખો ખૂલી ગઈ. આ સપનું અમૃત પ્રીતમનું છે.સ્ત્રી છે અને વળી સર્જક ! એટલે આંખોનાં આંસુને શબ્દોથી લૂછી નાખ્યાં. હૃદયની ખામોશીને કલમની શાહી બનાવી નાંખી અને મનની ઉદાસીને સર્જકત્વની કલાથી કંડારી દીધી. અમૃતા પ્રીતમ આત્મકથા ‘રેવન્યુ સ્ટૅમ્પ’માં લખે છેઃ ‘જિંદગીમાં ઘણા એવા દિવસો આવ્યા છે, જ્યારે હાથમાં પકડેલી કલમને ગળે લગાડીને રડી છું.’  પણ જે શખ્સ જિંદગીભર આંખનાં આંસુ બની ગયો, એ સાહિર લુધિયાનવીને સંબોધીને પંક્તિ પીડા વ્યક્ત કરે છેઃ ‘‘મારી જિંદગીના આ કાગળ પર તારા પ્રેમે અંગૂઠો પાડ્યો છે એનો હિસાબ કોણ ચૂકવશે...?’’ આ પ્રશ્નનો ઉત્તર મૃત્ય પર્યંત ન મળ્યો. કાળું ગુલાબ - તેમની જિંદગીનો જ જાણે હિસ્સો છે. દોસ્તની દૃષ્ટિ કહે છેઃ‘તમે કાળું ગુલાબ જોયું છે.’

Download Our B K News Today App



Related News