શિવસેના વચ્ચેની ખેંચતાણ ચરમશીમાએ પહોંચી ગઈ છે. જોવો સુ થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 12:40:39
  • Views : 438
  • Modified Date : 2019-11-18 12:40:39

મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી ભાજપ અને શિવસેના વચ્ચેની ખેંચતાણ ચરમશીમાએ પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ મળીને સરકાર રચવાની શક્યતાઓ વચ્ચે શિવસેના સાંસદે તેના 30 વર્ષ જુના મિત્ર ભાજપને લઈને આકરૂ નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમને 170 ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર રચાઈ જશે.સંજય રાઉતે કહ્યું હતું કે, અમે વિધાનસભામાં બહુમત સાબિત કરીશું. અમને 170 ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે અને અમારી સરકાર આગામી 5 વર્ષ માટે સરકાર રચાશે અને મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. તેમણે આગળ કહ્યું હતું કે, કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને ચર્ચા થઈ ચુકી છે. આવતી કાલે શરદ પવાર સાહેબ દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. અમારી પણ વાતચીત ચાલી રહી છે. કોઈ પણ ભાજપ સાથે જવા નહીં માંગે.

રાઉતે કહ્યું હતું કે, શરદ પવાર અનુંભવી રાજનેતા છે, તે સરકાર ઈચ્છે છે. માટે તેમનો અનુંભવ કામ લાગશે.શરદ પવારને લઈને અમારા મનમાં કોઈ જ શંકા નથી. કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને અમે આગામી 5 વર્ષ સુધી સરકાર ચલાવીશું.દિલ્હી કોઈના બાપની નહીશિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર ભાજપ માટે આકરી ભાષાનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, સદનમાં અમારી સીટ બદલાઈ ગઈ છે. કોઈ જ વાંધો નહીએં. પણ એટલુ સમજી લેવું જોઈએ કે દિલ્હી કોઈના બાપની નથી. મોટા મોટા આવ્યા અને ગયા. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ જશે. ભાજપે અમારી સાથે દગો કર્યો છે. જે સૌની સામે કહ્યું હતું તેનાથી ફરી ગયા. મહારાષ્ટ્રમાં હવે નેતા તો શું પણ જનતા પણ ભાજપની સાથે નથી.એનડીએમાં બધા જ સ્વાર્થીરાઉતે કહ્યું હતું કે, સૌથી પહેલા ગોધરા બાદ પીએમ મોદી પર સવાલ ઉઠાવી રામ વિલાસ પાસવાન એનડીએમાંથી બહાર થયા. નીતીશ કુમાર પણ ક્યા મુદ્દે સવાલ ઉભા કરીને બહાર થય હતાં? હવે સત્તા માટે એનડીએમાં આવ્યા છે. આજે અકાલી દળને બાદ કરતા તમામ દળ સત્તા માટે જ ભાજપ સાથે આવ્યા છે. તેઓ સત્તા માટે એનડીએ અને યૂપીએની અંદર બહાર થયા રહે છે.

Download Our B K News Today App



Related News