પાલનપુરમાં કેદીઓએ બનાવેલા ભજીયા લોકો આરોગશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 16:52:43
  • Views : 618
  • Modified Date : 2020-03-01 16:52:43

પાલનપુરમાં કેદીઓએ બનાવેલા ભજીયા લોકો આરોગશે

પાલનપુરમાં સબજેલ દ્વારા પાલનપુર જિલ્લા જેલ સંચાલિત ભજીયા હાઉસનું જિલ્લા કલેકટર સંદિપ સાંગલેના વરદહસ્તે શનિવારે સવારે અગિયાર કલાકે  ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા જેલ ભજીયા હાઉસના નાસ્તાનો સ્વાદ ચાખ્યો હતો.

જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઇ 

પટેલ, દિનેશભાઇ પંચાલ તેમજ  સામાજિક કાર્યકર્તા અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેલ સુપ્રી સુપ્રિટેન્ડન્ટ ગોહિલ તેમજ સ્થાનિક આગેવાનોએ જણાવ્યું  કે જેલ ભજીયા હાઉસના ભજીયાનો સ્વાદ ખુબ સારો અને અનેરો છે.  એક વાર ચાખે તે જેલ ભજીયા હાઉસના ભજીયાનો સ્વાદ ભુલશે નહીં.



Download Our B K News Today App



Related News