ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેંઝેમાએ જીત્યો:24 વર્ષ પછી કોઈ ફ્રાંસના ખેલાડીએ બેલોન ડી'ઓર જીત્યો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-18 19:11:03
  • Views : 243
  • Modified Date : 2022-10-18 19:11:03

    ફ્રાંસના સ્ટ્રાઈકર કરીમ બેંઝેમાને ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી'ઓર મળ્યો છે. 34 વર્ષીય બેંઝેમાને મંગળવારે પરિસમાં થિએટર ડૂ ચૈટલેટમાં યોજાયેલા એક સમારોહમાં આ બેલોન ડી'ઓર 2022નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે ફૂટબોલ જગતના બે દિગ્ગજ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિના લિયોનેલ મેસ્સી આ એવોર્ડ રેન્કિંગના ટૉપ-10માં રહ્યા નહોતા.24 વર્ષ પછી કોઈ ફ્રાંસના ફૂટબોલરને આ એવોર્ડ મળ્યો હતો. બેંઝેમા પહેલા વર્ષ 1998મા ફ્રાંસના મહાન ફૂટબોલર જિનેદીન ઝિદાનને બેલોન ડી'ઓર મળ્યો હતો. બેંઝેમાએ આ એવોર્ડ જીતનારો પાંચમો ફ્રાંસનો ફૂટબોલર બન્યો છે.બેંઝેમા ગત સીઝનમાં રિયલ મેડ્રિડની સાથે લા લીગા અને ચેમ્પિયન્સ લીગ જીત્યો હતો, જેના પછી આ વર્ષે તે એવોર્ડ જીતવા માટે સૌથી હકદાર ફૂટબોલર હતો.છેલ્લા 13માંથી 12 એવોર્ડ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે. મેસ્સીએ 7 અને રોનાલ્ડોએ 5 વખત આ એવોર્ડ જીત્યો છે. લુકા મોડ્રિકને આ એવોર્ડ 2018માં જ મળ્યો હતો. આ વખતે પીએસજીને નોમિ બેંઝેમાએ ગત સીઝનમાં રિયલ મેડ્રિડ માટે 46 મેચમાં 44 ગોલ ફટકાર્યા છે. જેમાં લા લીગામાં 27 ગોલ માર્યા છે. તો ચેમ્પિયન્સ લીગના 12 મેચમાં 15 ગોલ ફટકાર્યા છે.નેટ કરવામાં આવ્યું નહોતું, જ્યારે 30 ખેલાડીઓની યાદીમાં રોનાલ્ડો 20માં નંબરે રહ્યો હતો.

Download Our B K News Today App



Related News