પાલનપુરમાં બનેલ બળાત્કારની ઘટનાની તપાસ માટે આઈ જી મુલાકાત....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 18:00:56
  • Views : 1306
  • Modified Date : 2020-03-05 18:00:56

પાલનપુરમાં બનેલ બળાત્કારની ઘટનાની તપાસ માટે આઈ જી મુલાકાત.... પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનની 200 મીટર ના અંતરે જ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસ તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રેલવે પોલીસ, પાલનપુર પૂર્વ પોલીસ, એસ.ઓ.જી, એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં પોલીસ હજુ આરોપી સુધી ના પહોંચી શકતા આજે રેલવે વિભાગના આઈ જી એ ઘટના સ્થળે આવી જાત નિરીક્ષણ કર્યું હતું.........પાલનપુર માં 3 દિવસ અગાઉ રેલવે પોલીસ સ્ટેશનની બાજુમાં જ કંડમ થઈ ગયેલા રેલવે ક્વાર્ટર માં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બની હતી. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ નો બનાવ સામે આવતા લોકોમાં આક્રોશ વધ્યો છે.આ ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી પોલીસ અને રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવા માટેના પ્રયત્નો કરી રહી છે. પરંતુ તેમાં સફળતા ન મળતા આજે રેલવેના આઈજીપી ગૌતમ પરમાર પાલનપુર પહોંચ્યા હતા. જે ટીમો તપાસ કરી રહી છે તે તપાસ ટીમ પાસેથી વિગતવાર અહેવાલ મળ્યો હતો. આઈજીએ જે જગ્યાએ દુષ્કર્મની ઘટના બની હતી તે ઘટનાની તપાસ કરી તમામ મુદ્દાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.......ચાર વર્ષની બાળકી સાથે પોતાની હવસ સંતોષવા જે પ્રકારે આરોપીએ કૃત્ય કર્યું છે તેને શોધવા પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે રેલવેના આઈજીપી ગૌતમ પરમારે પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાય તે માટે કામે લાગ્યા છે.....

 


Download Our B K News Today App



Related News