અમેરિકી સાંસદ ટેડ ક્રુઝનું મહત્વનું નિવેદન, CAATSA હેઠળ ભારત પર પ્રતિબંધો લાદવા મૂર્ખામીભર્યા હશે. તેમણે યુએનમાં ભારતના વોટિંગ ન કરવાના નિર્ણયને આપ્યુ સમર્થન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 12:57:42
  • Views : 775
  • Modified Date : 2022-03-09 12:57:42

અમેરિકામાં રિપબ્લિક પાર્ટીના નેતા અને પ્રભાવશાળી સાંસદ ટેડ ક્રૂઝે દેશના રાષ્ટ્રપતિએ જૉ બાઇડનને અગાઉથી જ ચેતવી દીધા છે. તેઓએ કહ્યું કે રશિયા જોડેથી એસ-400 મિસાઇલ ખરીદવા માટે ભારત પર કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) હેઠળ કોઈપણ પ્રતિબંધો લગાવવા એ "અસાધારણ મૂર્ખતા" હશે.  ક્રુઝે વધુમાં જણાવ્યું કે  આ પ્રકારની રિપોર્ટ મળી છે કે બાઇડન પ્રશાસન વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારત વિરુદ્ધ CAATSA  પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. મને લાગે છે કે આ નિર્ણય મૂર્ખતાપૂર્ણ નિર્ણય ગણાશે.

સેનેટમાં ટેક્સાસ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ક્રુઝે જણાવ્યું હતું કે બિડેન વહીવટીતંત્ર હેઠળ ભારત અને યુએસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો છેલ્લા અઠવાડિયામાં બગડ્યા છે. તેમણે આગળ કહ્યું, 'ભારત ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સાથી છે. તાજેતરના વર્ષોમાં યુએસ-ભારત જોડાણ વિસ્તર્યું છે અને ગાઢ બન્યું છે, પરંતુ બિડેન વહીવટમાં સંબંધો બગડ્યા છે.

UNમાં ભારતના નિર્ણયનું સમર્થન 

તેમણે યુએનમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવાના ભારતના નિર્ણયને પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત એકમાત્ર દેશ નથી જેણે અમારી વિરુદ્ધ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું હોય. તેમણે કહ્યું કે  "યુએઈએ પણ ગઈકાલના મતદાનમાં ભાગ લીધો ન હતો. UAE અમેરિકાનું નજીકનું સાથી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન અબ્રાહમ કરારમાં UAE મહત્ત્વપૂર્ણ હતું. યુએઈએ અમેરિકી નેતૃત્વ હેઠળ ઈઝરાયેલ અને આરબોને એકસાથે લાવ્યા.

 

Download Our B K News Today App



Related News