અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા જ દિવસે રાજ્યના 79 IAS અધિકારીઓની તાત્કાલિક બદલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:59:16
  • Views : 799
  • Modified Date : 2019-08-30 12:59:16

આજે વહેલી સવારે રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. મુખ્ય વહીવટી વિભાગ(GAD)ના આદેશ દ્વારા રાજ્યના 79 IASઓની તાત્કાલિક બદલી અને બઢતીના આદેશ અપાયા છે. સરકારના અંગત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે અમિત શાહ અને પ્રદિપસિંહ વચ્ચે બંધબારણે થયેલી બેઠકમાં શાહે ગુજરાત સરકારે તૈયાર કરેલાં બદલી અને બઢતીના લિસ્ટ પર આખરી મહોર મારી હતી.

રાજ્યના અનેક જિલ્લાઓના કલેક્ટરો અને શહેરોના કમિશ્નરોની બદલી કરાયી છે. આ સાથે અનેક વિભાગોના સચિવો અને કમિશ્નરોની પણ બદલી કરાયી છે. આ સાથે સિનિયર IAS અધિકારીઓની ટીમમાંથી અમુકને બઢતીના પણ આદેશ અપાયા છે.  ક્યા IASની બદલી અને બઢતી થઈ

  • સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), ગૃહ વિભાગમાં મૂકાયાં
  • પૂનમચંદ પરમાર ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા
  • રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે બદલી
  • જયંતિ રવિને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા
  • વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.એસ. પટેલની નિમણૂંક
  • એમ. થેન્નારાસન GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા
  • હર્ષદ કુમાર પટેલને. સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં મૂકાયા
  • ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી
  • મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.(MGVCL) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.
  •  આર.જે. માકડિયાની. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા
  •  બંછાનિધિ પાનીનીની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી
  •  રમ્યા મોહનની રાજકોટનાં નવા કલેક્ટર તરીકે  નિમણુંક
  •  એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી
  •  આર.એસ. નિનામાને આદિવાસી વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મુકાયા
  •  અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂંક
  •  રાજેશ મંજુને વાહનવ્યવહાર કમિશનર તરીકે મૂકાયા.
  • જય પ્રકાશ શિવહરેને આરોગ્ય વિભાગના કમિશનર  તરીકે મુકાયા
  • હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે નિમણુંક
  • ધનંજય દ્વિવેદીને નર્મદા,જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે મૂકાયા
  •  જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણુંક કરાઇ
  • અમદાવાદ Dy MC રાકેશ શંકરની ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી

Download Our B K News Today App



Related News