અમેરિકામાં કોરોનાનું તાંડવ :અમેરીકામાં મૃત્યુઆંક ૩૭ હજાર થી પણ વધારે જઈ રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 14:13:08
  • Views : 1120
  • Modified Date : 2020-04-18 14:13:08

દુનિયાનો સૌથી તાકતવર દેશ અમેરિકા હાલ કોરોના વાયરસની મહામારીથી પરેશાન છે. અમેરિકામાં ૭ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં ૩૭ હજારથી વધુ લોકો આ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂકયા છે. દુનિયામાં થયેલા કુલ મોતમાંથી ૨૪ ટકા મોત  અમેરિકામાં થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો કનિદૈ લાકિઅ છે કે મહામારીનોસૌથી ખરાબ સમય પસાર થઈ ચૂકયો છે પરંતુ હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા તેની પુષ્ટી નથી કરી રહ્યા. અત્યાર સુધીમાં દુનિયામાં  અમેરિકા અંદર વધી રહેલા સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવતા ટ્રમ્પે દેશમાં  સૌથી વધુ પરિક્ષણ થતા હોવાની વાત કરી હતી, પરંતુ ઝડપથી થઈ રહેલા મોત પર તેમણે કોઈ ટિપ્પણી નહોતી કરી. દુનિયાભરમાં શુક્રવાર સુધીમાં કુલ ૨૧,૫૮,૦૭૬ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે જયારે ૧,૫૦,૦૦૦થી  વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જયારે માત્ર છેલ્લા ૨૪ કલાકની અંદર ૪૫૯૧ મોત થયા છે. આ સાથે જ અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૩૭ હજારને પાર થયો છે.

Download Our B K News Today App



Related News