અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ગાંધી આશ્રમમાં રેંટિયો કાંતશે,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-18 15:20:52
  • Views : 626
  • Modified Date : 2020-02-18 15:20:52

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની 24 ફેબ્રઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી રોડશો કરી સીધા ગાંધીઆશ્રમ જવાના છે. જ્યારે પણ વિવિધ દેશના વડા ગુજરાત કે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે. ત્યારે ગાંધી આશ્રમ અચૂક આવે હોય છે અને રેંટિયો કાંતે છે. જેને પગલે ગાંધી આશ્રમ અને રાજ્ય સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના રેટિંયો કાંતવા અંગેની તૈયારીઓ કરી રહ્યા છે. આશ્રમમાં આવેલા હૃદયકુંજમાં 73 વર્ષીય ટ્રમ્પ નીચે બેસી રેંટિયો કાંતશે કે પછી તેઓ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડશે તેની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં ગાંધી આશ્રમ ડોનાલ્ડ ટ્રમ્પ,ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અંદાજે 30 મિનિટ રોકાવવાના છે. મહાનુભાવોની મુલાકાતને લઈ હૃદયકુંજની પાછળ એક સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેજ પર 10 મિનિટ પ્રાર્થના સભા કે અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મોદી અને ટ્રમ્પ આવીને સીધા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે. ત્યાર બાદ તેઓ હૃદયકુંજ જશે, જ્યાંથી રિવરફ્રન્ટનો નજારો ટ્રમ્પને બતાવશે. તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત કરશે.

Download Our B K News Today App



Related News