કોરોના ઇફેક્ટ ,અંબાજી મંદિર એ 3 ગેટ બંદ કર્યા ,ભક્તો ની સંખ્યામા ભારે ઘટાડો "

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 18:30:10
  • Views : 1477
  • Modified Date : 2020-03-17 18:30:10

કોરોના ઇફેક્ટ ,અંબાજી મંદિર એ 3 ગેટ બંદ કર્યા ,ભક્તો ની સંખ્યામા ભારે ઘટાડો "

 

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનના સરહદના પહાડો પર વસેલું છે આ ધામ પહાડી વિસ્તાર પર આવેલું હોઈ અહીં હાલમા ઠંડીનો ભારે અહેસાસ થાય છે ત્યારે હાલમા સમગ્ર વિશ્વમા કોરોના વાઇરસએ કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમા પણ તેની અસર જોવા મળી રહી છેઆજે જગ વિખ્યાત ધામ અંબાજી ખાતે 17 માર્ચથી વહેલી સવારે મંદિર પ્રવેશના ત્રણ ગેટ બંદ કરવામાં આવ્યા હતા અને માઈભક્તો માટે દર્શન માટે અંબાજી મંદિરના મુખ્ય દ્વાર શક્તિદ્વાર થી જ ગેટ પ્રવેશ કરી ત્યાં ડેટોલ વડે હાથ ધોઈને પ્રવેશ આપવાનો નિર્ણય અંબાજી મંદિર ટ્રસ્ટએ જાગરૂકતા ના ભાગ રૂપે કર્યો છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે માઈભક્તોની સંખ્યામા ભારે ઘટાડો જોવા મળ્યો હતો આજે અંબાજી મંદિરના સ્ટાફ પણ મોઢે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને સફાઈ કર્મચારીઓ પણ મોઢે માસ્ક બાંધીને સફાઈ કરતા જોવા મળ્યા હતા ,અંબાજી મંદિર દર્શન માટે બંદ કરવામાં આવ્યુ નથી પણ સાવચેતીના ભાગ રૂપે મુખ્યદ્વાર થી જ પ્રવેશ કરી હાથ ધોઈને મંદિરમા જવા માટે નિર્ણય કરતા આજે અંબાજી મંદિર ખાલી ખમ લાગતુ હતુઆજે વિજાપુરથી એક માઈ ભક્ત દંડવત પ્રણામ કરીને મંદિરમા આવ્યા હતા અને તેમને મોઢે માસ્ક પણ પહેર્યું હતુ અંબાજી મંદિરના સફાઈ કર્મીઓ પણ મોઢે માસ્ક લગાવી સફાઈ કરતા જોવા મળ્યા હતાવધુમાં અંબાજી મંદિરના નાયબ કાર્યપાલક ઈજનેર જી એલ પટેલ એ જણાવ્યુ હતું કે આજે અમે સુરક્ષાના ભાગ રૂપે અંબાજી મંદિરના ત્રણ ગેટ બંદ કરી તમામ ભક્તોને શક્તિ દ્વારથી પ્રવેશ આપવા માટે નિર્ણય કર્યો છે સાથે ભક્તો હાથ ધોઈને મંદિરમા પ્રવેશી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે સાથે અંબાજી મંદિરમા પ્રાથમીક સારવાર કેન્દ્ર પણ શરુ કરવામાં આવ્યુ છે.


Download Our B K News Today App



Related News