આતંક ફેલાવવા હાફિઝ પાસેથી મળતું હતું કરોડોનું ફંડ, ભાગલાવાદી નેતા વિરુદ્ધ થયા મહત્વના ખુલાસા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 12:42:45
  • Views : 496
  • Modified Date : 2019-09-30 12:42:45

સૂત્રોના જણાવ્યા પ્રમામે યાસીન મલિકે હાફિઝ સઈદ પાસેથી બે કરોડ રૂપિયા લીધા હતા. ત્યારે યુએપીએ કાયદા હેઠળ એનઆઈએ ભાગલાવાદી નેતાઓ વિરૂદ્ધ  ચાર્જશીટ દાખલ કરશે. જેના માટે એનઆઈએ દ્વારા 214 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એનઆઈએ પાસે તમામ ભાગલાવાદીઓ વિરૂદ્ધ ફન્ડિંગ અને પથ્થરમારા માટે નાણા એકત્ર કરવાના પુરાવા છે.

આ તમામ ખુલાસા યાસીન મલિકની ડિજીટલ ડાયરી દ્વારા કરવામાં આવ્યા છે. યાસીન મલિક અત્યારે તિહાડ જેલમાં બંધ છે. તેની વિરૂદ્ધ અનેક કેસ ચાલી રહ્યા છે. જેથી એનઆઈએના ખુલાસા બાદ અનેક ભાગલાવાદીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે.

  • ભાગલાવાદી નેતા યાસીન મલિક અંગે એનઆઈએનો મહત્વનો ખુલાસો
  • કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા યાસીન મલિક હતો સક્રિયઃ એનઆઈએ
  • આતંક ફેલાવવા હાફિઝ પાસેથી મલિક લેતો હતો ફંડઃ એનઆઈએ
  • મશરત આલમ, રાશિદ એિન્જનિયર અને શબ્બીર અહમદના નામનો ખુલાસો

જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતા યાસીન મલિક, શબ્બીર અહમદ શાહ અને રાશિદ એન્જિનયરને લઈને એનઆઈએ દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. એનઆઈએના રિપોર્ટ મુજબ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિને ગતિ આપવા માટે યાસીન મલિક લશ્કર એ તૈયબાના ચીફ હાફિઝ સઈદ પાસેથી ફંડ મેળવતો હતો.

Download Our B K News Today App



Related News