સામૂહિક હત્યાકાંડમાં આરોપી યુવકની આખરે ધરપકડ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 12:25:30
  • Views : 556
  • Modified Date : 2019-11-03 12:25:30

બનાસકાંઠામાં ફરી એકવાર દિલને હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં ફરીથી સામૂહિક હત્યાકાંડ સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠાનાં લાખણીનાં કનિદૈ લાકિઅ ભકડીયાલ ગામમાં ભીખાજી તખાજી પનારા નામના યુવાને પોતાની માતા, પત્ની અને પુત્રની કુહાડીનાં ઘા મારીને હત્યા કરી નાંખતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની કનિદૈ લાકિઅ લાગણી અકિલા પ્રસરી ગઇ હતી. જો કે, આ બનાવને લઇ આગથળા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી લઇ તેની વિરૂધ્ધ હત્યા સહિતનો ગુનો કનિદૈ લાકિઅ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી યુવક માનસિક અકીલા રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મળતી પ્રાથમિક કનિદૈ લાકિઅ માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં લાખણીનાં ભડકીયાલ ગામમાં એક જ પરિવારનાં ત્રણ જણાંની સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી કનિદૈ લાકિઅ ગઇ હતી. લાખણી ગામનો ૨૫ વર્ષીય ભીખાજી ઠાકોર, માતા જબીબેન, પત્ની જેબરબેન અને ૨ વર્ષના દીકરા જીગ્નેશ સાથે રહેતો હતો. શનિવારે ભીખાજીએ અચાનક આ કનિદૈ લાકિઅ તમામને કુહાડીનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાં ભીખાજીનાં મોટાભાઈનાં દિકરા પ્રકાશ ઠાકોર(ઉ.વ.૧૮)ની કનિદૈ લાકિઅ નજર સામે બની હોઈ તેણે પોલીસ ફરિયાદ કરી હતી. બનાવની જાણ થતાં તપાસ અધિકારી પીએસઆઈ કે. કે. પાટડિયા અને તેમની ટીમ ગણતરીની મિનિટોમાં કનિદૈ લાકિઅ ઘટનાં સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી ભીખાજીની ધરપકડ કરી લીધી હતી. ે પોલીસે ઘટનાં સ્થળનું પંચનાંમું કરી, એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી. પોલીસે આરોપીની પ્રાથમિક પુછપરછ કરતાં ભીખાજીએ જણાવ્યું હતું કે તે આત્મહત્યા કરવા  માંગતો હતો. જો કે, તેની પત્ની  અને માતા તેમ કરવા દેતા નહોતાં જેથી તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે માતા, પત્ની સહિત તેનાં કુમળા બાળકની હત્યા કરી નાંખી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, આ યુવાન માનસિકઅસ્થિર હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા થઇ હતી. ચૌધરી પટેલ પરિવારના પાંચ સભ્યોમાંથી ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. તમામને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. આ સામૂહિક હત્યાકાંડ બાદ ફરી એકવાર પંથકમાં સામૂહિક હત્યાકાંડ સામે આવતાં પંથકમાં ભારે ચકચાર મચી હતી

Download Our B K News Today App



Related News