હવે આધાર કાર્ડ પર જન્મ તારીખને એકથી વધુ વાર સુધારવાનું સરળ રહેશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 15:36:13
  • Views : 551
  • Modified Date : 2020-01-06 15:36:13

હવે આધાર કાર્ડ પર જન્મ તારીખને એકથી વધુ વાર સુધારવાનું સરળ રહેશે નહીં. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે તમારે પ્રાદેશિક કાર્યાલય (રીઝનલ ઓફિસ) માં પણ જવું પડે તો નવાઈ નહીં. અત્યાર સુધીમાં, જન્મ તારીખમાં સુધારો કરવા માટે તેના નોંધણી કેન્દ્રમાં જવાનું રહેતું હતું, પરંતુ હવે તે આવું નથી. યુઆઈડીએઆઈની સૂચના મુજબ, આધાર (નોંધણી અને સુધાર) રેગ્યુલેશન્સ 2016માં એક નવું સબ-રેગ્યુલેશન જોડવામાં આવ્યું છે. જે મુજબ, જન્મ તારીખ સુધારવા  માટે એક વખત કોઈ વ્યક્તિ નોંધણી કેન્દ્ર પર જઈ  શકે છે. પરંતુ એકથી વધુ વખત સુધારાની જરૂરિયાત પડે તો વ્યક્તિને યુઆઈડીએઆઈની રીઝનલ ઓફિસ જવાનું રહેશે અને તેને એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. જન્મ તારીખને સાબિત કરવા માટે વ્યક્તિને જરૂરી દસ્તાવેજો પણ દર્શાવવાના રહેશે. યુઆઇડીએઆઇએ પોસ્ટલ દ્વારા આધાર વિગતો અપડેટ કરવાની પ્રક્રિયાને અટકાવી દીધી છે. આધારના પ્રારંભિક નોંધણીના નિયમો અનુસાર, યુઆઇડીએઆઇએ લોકોને પોસ્ટલ દ્વારા વિગતોને પણ અપડેટ કરવાની મંજૂરી આપી હતી. હવે આ કાર્ય યુઆઇડીએઆઇ સ્વ-સેવા પોર્ટલ (એસએસયુપી) દ્વારા અથવા નજીકના આધાર કાર્ડ પ્રવેશ કેન્દ્રની મુલાકાત લઈને કરી શકાય છે. યુઆઇડીએઆઇએ યોગ્ય રહેઠાણ પ્રમાણપત્ર ન ધરાવતા લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એક નવી સેવા શરૂ કરી છે. સરનામાની પુષ્ટિ માટે અરજી સબમિટ કર્યા પછી, યુઆઇડીએઆઇ દ્વારા સંબંધિત વ્યક્તિના ઘરે એક પત્ર મોકલવામાં આવશે, જેમાં ગુપ્ત પિન હશે અને એ પિનને આધારના એસએસયુપી પર રજીસ્ટર કરવાનો રહેશે. આ સેવાનો 1 જાન્યુઆરી, 2019 થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જે 1 એપ્રિલ, 2019 થી અમલમાં આવશે. Read More:


Download Our B K News Today App



Related News