આ શિવલિંગ પર 10 વર્ષથી નથી થયો અભિષેક, કારણ જાણી થઈ જશો દુખી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 17:54:20
  • Views : 529
  • Modified Date : 2019-07-23 17:54:20

શ્રાવણનો મહીનો આવતાજ ભક્તો શિવાલયોમાં અભિષેક કરે છે અને ભોલેનાથની પૂજામાં લીન થઈ જાય છે. શિવજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ જ દેશમાં એક સ્થાન એવુ છે જ્યાં શિવલિંગ પર કોઈ જળાભિષેક નથી થતો કે નથી થતો કોઈ પૂજા પાઠ. આ શિવલિંગ પર 10 વર્ષથી કોઈએ જળ ચડાવ્યુ નથી.દેશની રાજધાનીની નજીક ગુરૂગ્રામમાં એક નાનકડું ગામ છે બાધનકી જ્યાં 10 વર્ષથી ભક્તોએ જળ નથી ચડાવ્યુ. જાણીએ એવું તો શું થયુ કે 10 વર્ષથી મંદિરને અપૂજ રખાયુ. શું છે તેની પાછળનું કારણ જાણીએ.

શ્રાવણ આવતા જ ગામમાં છવાઈ જાય છે માતમ

શ્રાવણ માસ એટલે ખુશીઓનો સમય લોકો તમામ દુખ દર્દ ભૂલી ખુશીઓથી મહેંકી ઉઠે છે. તો આ ગામમાં જાણેકે માતમ છવાઈ જાય છે. બાધનકી ગામમાં શ્રાવણ જ નહી કાવડિયાના ભગવા રંગથી જ જાણે કે નફરત થઈ ગઈ છે.

આ દુર્ઘટનાએ ગામ લોકોને આપ્યું આ દર્દઆજે જેવી ગામની સ્થિતિ છે પહેલા આવુ ન હતુ પહેલા આ ગામમાં શ્રાવણ આવતાની સાથે જ શિવના જયકારથી વાતાવરણ ગુંજી ઉઠતુ હતુ. પણ જ્યારે આ દુર્ઘટના થઈ શિવભક્તો જાણે કે ભગવાનથી દુર થઈ ગયા. ઘટના 2009ની છે. બાધનકી ગામમાં 22 યુવાનોનો જથ્થો કાવડ યાત્રા માટે નીકળ્યો હતો. અને ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં તમામ લોકો સડક દુર્ઘટનામાં શિકાર થઈ ગયા હતા અને ગામમાં એક સાથે 22 મૃતદેહો આવ્યા હતા.

આજે પણ આંખોમાંથી આસુંડાઓની ધારાઓ વહે છેએ ઘડીને આજનો દિવસ ગામના લોકોની આંખોમાંથી આજ સુધી નથી રોકાતા આંસુઓ. એક સાથે 10 પરિવારના ચિરાગ બુજાઈ ગયા. ડઝનથી વધુ મહિલાઓ વિધવા થઈ ગઈ. માતા-પિતાનો સહારો છીનવાઈ ગયો. કેટલાક લોકોએ આ ઘટના પછી ગામ જ છોડી દીધુ.

મંદિર થઈ ગયુ સુનુગામના લોકો કહે છે કે આ ઘટના પછી મંદિરમાં નિર્માણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યુ. દુર્ઘટના પહેલા મંદિરમાં સમારકામ ચાલી રહ્યુ હતુ પણ હવે મંદિર જ ભેંકાર થઈ ચુક્યુ છે. મહિલાઓ હવે શિવરાત્રીનું વ્રત નથી કરતી. ભક્તોની બસ એક જ ફરીયાદ છે કે ભોલેનાથની ભક્તિ કરતા હોવા છતાં આવી ઘટના કેમ થઈ. આજ સુધી કોઈ નથી ચડતુ મંદિરનું પગથીયુ જાણેકે ભગવાનથી અબોલા લીધા છે ગામના લોકોએ. કાળના મુખમા હોમાઈ ગયેલા એ લોકોને આજે પણ ભૂલ્યા નથી ગામના લોકો.

Download Our B K News Today App



Related News