ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ના સૂત્રથી પ્રભાવિત થયેલી એક યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજન માં 50 ટકા નો ઘટાડો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 12:30:02
  • Views : 358
  • Modified Date : 2022-09-02 12:30:02


ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ના સૂત્રથી પ્રભાવિત થયેલી એક યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજન માં 50 ટકા નો ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રી પ્રત્યે ની લાગણી અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા માટે ગુજરાત સરકારના સ્વાસ્થ્ય મંત્રી એ યુવતી નું સન્માન કર્યું છે . . .

ફિટ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરતી યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજનમાં 50 ટકાનો ઘટાડો કર્યો : જુઓ અમારો વિશેષ અહેવાલ

ડીસા ખાતે રહેતી સલોની ઠક્કર નામની યુવતી 103 કિલો વજન ધરાવતી હતી જેના કારણે તેની સાઈઝના કપડા મળવા પણ મુશ્કેલ હતું અને ઘરકામમાં પણ ખૂબ જ તકલીફ પડતી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ફિટ ઇન્ડિયા રહેવાના સ્લોગન થી પ્રભાવિત થઈને આ યુવતી એ શરીર ઘટાડવાનું શરૂ કર્યું અને બે બાળકોની માતાએ છેલ્લા ત્રણ વર્ષથી રોજ સવારે સાત થી નવ વાગ્યા સુધી સતત એક્સરસાઇઝ કરી લગાતાર શરીર ઘટાડવા માટેના પ્રયાસો કરતી રહી. ત્રણ વર્ષ બાદ આજે તેને 103 માંથી માત્ર 50 કિલો વજન ઘટાડી 53 કર્યું છે 40 વર્ષની ઉંમરે સિક્સ પેક બનાવી ઝીરો સાઈઝ ફિગર ધરાવતી આ યુવતીને જોઈ તેના પરિવારજનો પણ દંગ રહી જાય છે. ત્યારે ગુજરાત સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી નીમિષાબેન સુથાર દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News