ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને આશરે 7 મહિના બાદ મૂક્ત કરવા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 14:49:01
  • Views : 551
  • Modified Date : 2020-03-13 14:49:01

જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને મૂક્ત કરવા માટે શુક્રવારે આદેશ આપવામાં આવ્યો છે. તેમને 4, ઓગસ્ટ,2019ની રાત્રે નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારપછીના દિવસે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેક-370 હટાવવામાં આવી હતી. બાદમાં 15 ડિસેમ્બરથી તેમને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમની અટકાયત ત્રણ-ત્રણ મહિના વધારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. અંતિમ આદેશ 11 માર્ચના રોજ જારી કરવામાં આવ્યો હતો. તેને સરકારે પાછો ખેંચ્યો છે.

82 વર્ષિય ફારુક અબ્દુલ્લા સાથે અન્ય બે મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પણને પણ અલગ-અલગ જગ્યાએ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. અત્યારે ઉમર અને મહેબૂબાને છોડવા માટે આદેશ આપવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે સરકારે ફારુક અબ્દુલ્લાની મુક્તિથી ઘાટી પર શું અસર થશે તે જોવા માંગે છે. ત્યારબાદ જ તે બાકીના બે મોટા નેતાની છોડવા અંગે કોઈ નિર્ણય લેશે.

8 વિપક્ષી પાર્ટીએ મુક્તિ માટે માંગ કરી હતી

8 માર્ચના રોજ 8 વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર પાસેથી માંગ કરી હતી કે જમ્મુ-કાશ્મીરના ત્રણેય ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક, ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને તાત્કાલિક છોડવાની માંગ કરી હતી. વિપક્ષના નેતાએ કહ્યું કે એવો કોઈ જ રેકોર્ડ નથી કે આ લોકોની ગતિવિધિઓને રાષ્ટ્રીય હિતોને જોખમમાં નાંખે. NCPના અધ્યક્ષ શરદ પવાર, તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી, JDS નેતા એચડી દેવેગૌડા, CPM નેતા સીતારામ યેચુરી, CPM ડી રાજા, RJD નેતા મનોજ ઝા, ભાજપના ભૂતપુર્વ નેત યશવંત સિંહા અને અરુણ શૌરીએ નિવેદન આપીને ભૂતપુર્વ મુખ્યમંત્રીઓને છોડવા કરવા માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News