ગુજરાતમાં ગુમ થયેલા 54 બાળકોનો કોઇ અતોપતો જ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 18:13:01
  • Views : 631
  • Modified Date : 2020-01-22 18:13:01

ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા ચોંકાવનારી છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોનો રિપોર્ટ કહે છેકે, ગુજરાતમાં આજેય ગૂમ થયેલાં ૫૪૪ બાળકોનો હજુ સુધી કોઇ અતોપતો મેળવી શકાયો નથી નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોએ જાહેર કરેલાં રિપોર્ટના મતે, વર્ષ 2017માં ગુજરાતમાં ગૂમ થયેલાં 519બાળકોનો કોઇ પતો મળી શક્યો નથી. આ જ પ્રમાણે, વર્ષ 2018માં કુલ 1898 બાળકો ગૂમ થયા હતાં જેમાં ૫૬૯ છોકરા અને 1329છોકરીઓનો સમાવેશ થાય છે. ગૂમ થયેલા બાળકોમાં છોકરીની સંખ્યા સવિશેષ રહી છે. આમ, કુલ મળીને વર્ષ 2018ના અંતે કુલ 2417બાળકો ગૂમ થયાં હતાં. પોલીસનો દાવો છેકે, ઘણાં કિસ્સામાં બાળકો ઘેર પરત ફરે છે છતાંય પોલીસને જાણ કરવામાં આવતી નથી પરિણામે ગૂમ બાળક પોલીસ ચોપડે નોંધાયેલો જ રહે છેઘરકંકાશ,પરીક્ષામાં નાપાસથી બીક  સહિત અનેક કારણોસર બાળકો ઘર છોડીને જતાં રહે છે. જોકે, પોલીસની સક્રિયતાને કારણે ગુજરાતમાં ગૂમ થયેલા બાળકોની રિકવરીની ટકાવારી સરવાળે વધુ રહી છે. ગુજરાતમાં ગૂમ થયેલાં 77ટકા બાળકો ઘેર પરત ફરે છે. એટલે કે 23 ટકા બાળકોનો પત્તો જ મળતો નથી. રિપોર્ટ મુજબ, 74.9 છોકરા અને 78. ટકા છોકરીઓની ભાળ મળી છે.વર્ષ 2018માં ૫૫૨ છોકરા અને 1321છોકરીની ભાળ મળી ચૂકી હતી. કુલ મળીને 1873બાળકો પરત ફર્યા હતાં. આમ છતાંય હજુ સુધી 185છોકરા અને 359છોકરીઓને પોલીસ હજુ  સુધી શોધી શકી નથી. આ બાળકોની કોઇ ભાળ મળી નથી.



Download Our B K News Today App



Related News