કલમ 370નો ઉલ્લેખ કરતા PM મોદી કૉંગ્રેસ પર વરસ્યા, કર્યા આકરા પ્રહારો રામ મંદિર પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 15:49:21
  • Views : 522
  • Modified Date : 2019-11-25 15:49:21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારનાં ઝારખંડનાં ડાલ્ટનગંજમાં પોતાની પહેલી ચૂંટણી રેલીને સંબોધિત કરી. ઝારખંડની જનતાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કાશ્મીરમાં કલમ 370 અને અયોધ્યા વિવાદ તરફ ઇશારો કરતા કહ્યું કે બીજેપી જે વચનો આપે છે તેને પુરા કરે છે, જ્યારે બાકીનાં દળો સમસ્યાઓ સમસ્યાઓને જેમની તેમ રાખીને વોટ બેંક સાધતા હતા. આ પહેલા 21 નવેમ્બરનાં ઝારખંડમાં થયેલી પોતાની પહેલી ચૂંટણી સભામાં કેન્દ્રિય મંત્રી અમિત શાહે પણ રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.કૉંગ્રેસે કલમ 370 અને રામ મંદિરનાં મુદ્દાને લટકાવી રાખ્યોપીએમ મોદીએ કહ્યું કે, “બીજેપીએ જે પણ વાયદા અને જાહેરાતો કરી, તેને અમે એક પછી એક જમીન પર ઉતારી રહ્યા છે. કૉંગ્રેસની કામ કરવાની રીત સમસ્યાઓને ટાળવી અને તેના પર વોટ માંગવાની રહી. કૉંગ્રેસે આ માટે આર્ટિકલ 370નો મુદ્દો લટકાવી રાખ્યો હતો. ભગવાન રામની જન્મભૂમિનો વિવાદ પણ આ લોકોએ દશકો સુધી લટકાવ્યો હતો. કૉંગ્રેસ ઇચ્છતી તો સમાધાન નીકાળી શકી હોત, પરંતુ તેણે આવું ના કરીને પોતાના વોટ બેંકની ચિંતા કરી. દેશ અને સમાજનું નુકસાન કર્યું.”બીજેપીએ ઝારખંડમાં 5 સૂત્રોને ધ્યાને રાખી કામ કર્યુંપ્રદેશમાં સત્તારૂઢ બીજેપી સરકારનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “બીજેપી સરકારે નવા ઝારખંડ માટે સામાજિક ન્યાયનાં પાંચ સૂત્રો પર કામ કર્યું છે. પહેલું સૂત્ર છે – સ્થિરતા. બીજું છે – સુશાસન. ત્રીજુ છે – સમૃદ્ધિ. ચોથું છે – સમ્માન અને પાચમું સૂત્ર છે – સુરક્ષા.” નરેન્દ્ર મોદીનું કહેવું હતુ કે બીજેપીએ ઝારખંડને સ્થિર સરકાર આપી છે. ઝારખંડમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે દિવસ-રાત કામ કર્યું છે અને પારદર્શી વ્યવસ્થાઓ બનાવી છે. આ રીતે બીજેપીએ ઝારખંડમાં સમૃદ્ધિનો માર્ગ ખોલ્યો છે.કરપ્શન અને સ્વાર્થનાં કારણે વધ્યો નક્સલવાદમોદીએ ઝારખંડમાં નક્સલ સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “બીજેપીએ ઝારખંડને નક્સલવાદ અને અપરાધથી મુક્તિ અપાવવા માટે, ભયમુક્ત વાતાવરણ માટે પ્રયત્નો કર્યા છે. ઝારખંડમાં નક્સલવાદની સમસ્યા આ માટે પણ બેકાબૂ થઈ કેમકે અહીં રાજકીય અસ્થિરતા હતી અહીં સરકારો પાછળનાં દરવાજાથી બનતી અને બગડતી હતી, કેમકે તેમના મૂળમાં સ્વાર્થ અને કરપ્શન હતુ.”2022 સુધી તમામ ગરીબ પરિવારોને મળશે પાકા મકાનો

વિરોધ પક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, “આ સ્વાર્થી લોકોમાં ઝારખંડની સેવા કરવા માટે કોઈ ભાવના નથી. આ સ્વાર્થી લોકોનાં ગઠબંધનનો એકમાત્ર એજન્ડા સત્તાભોગ અને ઝારખંડનાં સંસાધનોનો દુરૂપયોગ છે. આ માટે એકવાર ફરી તમને ભ્રમિત કરીને તમારી પાસે વોટ માંગી રહ્યા છે.” વર્ષ 2022 સુધી દેશમાં દરેક ગરીબોને પાક્કા ઘરનાં વાયદાનું પુનરાવર્તન કરતા કહ્યું કે, “આજે દેશમાં દરેક ગરીબ પરિવારને પોતાનું પાક્કું ઘર મળી રહ્યું છે. જેમને હજુ નથી મળ્યું તેમને હું વિશ્વાસ અપાવું છું કે કામ ઝડપથી ચાલી રહ્યું છે, 2022માં જ્યારે આઝાદીને 75 વર્ષ થશે તો કોઈ એવો પરિવાર નહીં હોય જેની પાસે પોતાનું પાક્કું ઘર નહીં હોય.”

મહાત્વાકાંક્ષી આયુષ્યમાન યોજનાને ઝારખંડનાં ગૌરવ સાથે જોડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દરેક ગરીબ પરિવારને આયુષ્યમાન યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે. ઝારખંડ માટે આ ગૌરવની વાત છે કે આખા દેશને આયુષ્યમાન બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ઐતિહાસિક આયુષ્યમાન યોજનાની શરૂઆત ઝારખંડથી થઈ હતી.”

Download Our B K News Today App



Related News