15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલાં કોંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું 81 વર્ષે કાર્ડિયાક અરેસ્ટથી નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 17:55:56
  • Views : 542
  • Modified Date : 2019-07-20 17:58:21

કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઈ ગયું છે. તેઓ 81 વર્ષના હતા. સવારે તબિયત બગડતા તેમને રાજ્યની એસ્કોર્ટ્સ ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અશોક સેઠે જણાવ્યું કે, સારવાર દરમિયાન બપોરે 3.15 વાગે શીલા દીક્ષિતને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારપછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શીલા દીક્ષિત 15 વર્ષ (1998થી 2013) સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. હાલ તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા.શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેમણે આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેઓ મનોજ તિવારી સામે હારી ગયા હતા. શીલા દીક્ષિત 1984થી 1989 સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યા હતા. 1986-1989 સુધી તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. શીલા 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.દીક્ષિત 1984માં પહેલીવાર સાંસદ બન્યા હતાશીલા દીક્ષિત પહેલીવાર 1984માં કન્નૌજ સીટથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે સપાના છોટે સિંહ યાદવને હરાવ્યા હતા. 1984થી 1989 સુધી સાંસદ રહેવા દરમિયાન તેઓ યુનઈટેડ નેશન્સ કમીશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં ભારતના પ્રતિનિધિ રહી ચૂક્યા છે. ત્યારપછી 1998માં તેઓ નવી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા અને 2013 સુધી આ પદ પર રહ્યા.વડાપ્રધાન સહિત મોટા ભાગના નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું

Download Our B K News Today App



Related News