વિદ્યાર્થીએ 11 વર્ષની ઉંમરે હાથ અને પગ ગુમાવ્યા, રાઇટર વિના જાતે લખીને ધો-12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 18:24:10
  • Views : 557
  • Modified Date : 2020-03-07 18:24:10

11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર વડોદરાનો શિવમ રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો-12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. શિવમ સોલંકી જણાવ્યું કે, મે નાનપણમાં જ મારા હાથ અને પગ ગુમાવી દીધા હતા. ભલે મારા હાથ-પગ નથી. પરંતુ, હું ડોક્ટર બનીને મારા માતા-પિતાનું સપનું સાકાર કરીશ. શિવમે ધો-10માં 98.53 પર્સન્ટાઇલ મેળવ્યા હતા.
પતંગ પકડવા જતા હાથ-પગ ગુમાવ્યા હતા
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વિજયનગરમાં શિવમ સોલંકી પરિવાર સાથે રહે છે. શિવમ 11 વર્ષનો હતો. ત્યારે પતંગ પકડવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં તેને પોતાના બંને હાથ-પગ ગુમાવી બેઠો હતો અને પતંગની જેમ આકાશે ઉડવાની ઇચ્છા ધરાવનાર શિવમે બંને હાથ-પગ ગુમાવી દેતા તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ આવી ગયો હતો.
શિવમે કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરીને તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરી હતી
માતા-પિતાને શિવમ સાથે બનેલી અણધારી ઘટના સ્વિકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. શિવમના પિતા કિશનભાઇ સોલંકી નોકરી કરતા હોવાથી શિવમની જવાબદારી માતા હંસાબહેને ઉપાડી લીધી હતી. અને બંને હાથ-પગ ન ગુમાવી દીધા બાદ નાસી પાસ થઇ ગયેલા શિવમને હિંમત આપી હતી. અને શિવમને કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરાવી તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરાવી હતી. અને ધો-10માં શિવમે ધો-10માં 98.53 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. શિવમને ડોક્ટર બનવાની ઇચ્છા હોવાથી સાયન્સમાં એડમિશન લીધુ હતું. હાલ શિવમ ધો-12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. શિવમને બંને હાથ અને પગ ન હોવા છતાં તે રાઇટર વિના જ પરીક્ષા આપી રહ્યો છે.

Download Our B K News Today App



Related News