દીકરા-દીકરીઓ સમાન વિદ્યાર્થીઓ સાથે 51 વર્ષીય યગ્નેશભાઈ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપે છે, રોજ 6 કલાકનું વાંચન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:49:26
  • Views : 746
  • Modified Date : 2020-03-11 17:49:26

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાના સૂત્ર સાથે સુરતના 51 વર્ષીય વીડિયોગ્રાફર ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે. 33 વર્ષ બાદ એક્ઝામીનેશન હોલમાં દીકરા-દીકરીઓ સમાન વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી રહેલા 51 વર્ષીય યગ્નેશભાઈ આદિત્યનું આજે (બુધવાર) ઇકોનોમિક્સનું પેપર છે. ગ્રેજ્યુએશન કરવાની ઈચ્છા સાથે ધોરણ 12ની પરીક્ષા આપી રહેલા યગ્નેશભાઈ રોજ 6 કલાક અભ્યાસની તૈયારી કરતા આવ્યા છે. યગ્નેશભાઈનું કહેવું છે કે, નિવૃત્તિનો સમય છે પણ કંઈને કઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છાને જીવિત રાખવા અભ્યાસનો રસ્તો અપનાવ્યો છે.

પારિવારિક સમસ્યાને લઈને ધોરણ 12ની પરીક્ષા આપી ન હતી

યગ્નેશભાઈએ જણાવ્યું હતું કે 1982માં ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ 11માં સાયન્સ લઈ આગળના અભ્યાસની શરૂઆત કરી હતી. જોકે, સંજોગવસાત અધવચ્ચેથી કોમર્સ કરી ધોરણ 11 પાસ કર્યું હતું. ત્યારબાદ ધોરણ 12ની પરીક્ષા દરમિયાન પારિવારિક સમસ્યાને લઈ અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. એક બાજુ કારકિર્દી અને બીજી બાજુ પરિવાર એટલે પરિવારને લઈ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાડવેર સાથે નોકરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ લગ્ન કરી વીડિયોગ્રાફી અને એડિટિંગના કામકાજ સાથે જોડાઈ ગયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એડિટિંગનું કામ કર્યું છે. જોકે, સમય સાથે ઉંમર પણ ચાલી જતા હવે માત્ર કેટલાક વર્ષથી પ્રોફેશનલી કામ કરી રહ્યો છું. બસ હવે ગ્રેજ્યુએશન કરવાની ઈચ્છા હોવાથી ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છું.

ક્લાસરૂમની બેન્ચમાં પગ ફસાઈ જતા હતા

યગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, 17-18 વર્ષના બાળકો સાથે પહેલીવાર પરીક્ષા આપવા બેઠો ત્યારે થોડું અજીબ લાગ્યું હતું પણ પહેલું જ પેપર ઇતિહાસનું હતું અને ઇતિહાસ બનાવવાની ઈચ્છા સાથે જ પેપર આપ્યું તો ખૂબ જ સારું ગયું હતું. ક્લાસરૂમની બેન્ચમાં પગ ફસાઈ જતા હતા પણ પેપર સારું ગયું માત્ર 15 માર્ક્સ નું જ છૂટી ગયું હતું છતાં પાસ થઈ જઈશ. રોજના 6-8 કલાકની તૈયારી કરતો આવ્યો છું તેની સાથે પ્રોફેશનના કામ અને વોકિંગ, સાયકલિંગ અને કેટલાક ઘરના કામ પણ કરી રહ્યો છું. પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાના સૂત્ર બાદ ધોરણ 12માની પરીક્ષા આપવાની હિંમત આવી છે એટલે પાસ કરી ગ્રેજ્યુએશન પુરૂ કરવા તરફ આગળ વધી રહ્યો છું.

Download Our B K News Today App



Related News