અમદાવાદની પેજવન હોટલમાં દારૂ પી છાકટા બનેલા 7 યુવક ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 09:01:45
  • Views : 572
  • Modified Date : 2019-02-13 09:01:45

વસ્ત્રાપુરમાં આવેલી પેજ વન હોટલમાં દારૂ પીને ધમાલ કરતા સાત શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. હોટલના રૂમમાં દારૂ પી બુમબરાડા કરતા હોવાથી પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી સાતેય લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલ પેજવનમાં આવેલ રૂમ નંબર 404, 407 અને 410માં કેટલાક શખ્સ બુમબરાડા પાડી અને ધમાલ કરી રહ્યા હતા. હોટલ સ્ટાફે તપાસ કરતા ત્રણેય રૂમમાં કુલ સાત શખ્સો દારૂ પીને ધમાલ કરતા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સાતેય આરોપીઓની ધરપકડ કરી હતી.

ક્યાંના છે આ યુવકો

અમિષ રાચ્છ (રહે. ઢેબર કોલોની, રાજકોટ)
કિશન રાધનપુરા (રહે. ગુંદાવાડી, રાજકોટ)
ભારતેન્દુ શર્મા (રહે. પુરાના બઝાર, લુધિયાણા)
હરીશ શર્મા (રહે. પુરાના બઝાર, લુધિયાણા)
સંકેત દેસાઈ (રહે. ગોપી ફળિયું, પારડી)
નીલ તંબોલી (રહે. અર્પણ એપાર્ટમેન્ટ, નવસારી)
યોગરાજ મહારાવલજી (રહે. આનંદપાર્ક સોસાયટી, નવસારી)

Download Our B K News Today App



Related News