ઝારખંડ: 27 ડિસેમ્બરે મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરશે હેમંત સોરેન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 13:26:14
  • Views : 415
  • Modified Date : 2019-12-24 13:26:14

ઝારખંડ વિધાનસભાની તમામ 81 બેઠકોના પરિણામોની જાહેરાત થઇ ગઇ છે અને રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ના નેતૃત્વમાં મહગઠબંધને બહુમતી મેળવી લીધી છે. ત્યારે મુખ્યમંત્રી રઘુવરદાસ અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાની હારની સાથે ભાજપને માત્ર 25 બેઠકો પ્રાપ્ત થઇ છે. આમ જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને તેમના મંત્રીમંડળ સહયોગીઓની સાથે 27 ડિસેમ્બરે રાંચીના મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરશે.આમ હેમંત સોરેનના નિવાસ પર મીડિયા સાથે વાત કરતા સોરેને જણાવ્યું હતું કે અમે અમારી ઈચ્છા અંગે રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને સૂચિત કરીશું અને જો તેમની સહમતિ મળી તો શપથગ્રહણ કાર્યક્રમ મોરહાબાદી મેદાનમાં આયોજીત કરાશે.આમ સરકારની રચના અંગે સવાલ કરાતા ઝારખંડ કોંગ્રેસના પ્રભારી આરપીએનસિંહ અને હેમંત સોરેને જણાવ્યું હતું કે તેની વિસ્તૃત ચર્ચા માટે મંગળવારે દિલ્હી જઇશું અને ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાતચીત કરીશું. જેએમએમએ મંગળવારે પાર્ટી અધ્યક્ષ શિબૂ સોરેનના નિવાસસ્થાન પર નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

Download Our B K News Today App



Related News