ઝારખંડમાં 81 સીટ માટે પાંચ તબક્કામાં મતદાન થશે, 23 ડિસેમ્બરે પરિણામ આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 17:08:34
  • Views : 402
  • Modified Date : 2019-11-01 17:08:34

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ઝારખંડમાં 81 સીટ માટે પાંચ તબક્કામાં મતદાન થશે. પહેલાં તબક્કાનું મતદાન 30 નવેમ્બરે શરૂ થશે. 7 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન, 12 ડિસેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનં મતદાન અને 20 ડિસેમ્બરે છેલ્લા અને પાંચમા તબક્કાનું મતદાન રાખવામાં આવ્યું છે. 23 ડિસેમ્બરે પરિણામ આવશે.રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020ના રોજ ખતમ થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન (AJSU)ની ગઠબંધન વાળી સરકાર છે. રઘુવર દાસ મુખ્યમંત્રી છે. બહુમતી માટે 41નો આંકડો જરૂરી છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 37 અને AJSUને 5 સીટ મળી હતી. ત્યારપછી ઝારખંડ વિકાસ મોર્ચાના 6 ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા. અત્યારે ભાજપ પાસે 43 ધારાસભ્ય છે.બીજેપી સામે ઝામુમોનું મહાગઠબંધન ભાજપ-AJSU વિરુદ્ધ ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો)ના નેતૃત્વ વાળુ ગઠબંધન ચૂંટણી લડશે. ઝામુમો 43થી 45, કોંગ્રેસ 25થી 27, આરજેડી અને લેફ્ટ 5-5 સીટ પર ચૂંટણી લડી શકે છે. ઝારખંડ વિકાસ મોર્ચા (ઝાવિમો) આ ગઠબંધનથી અત્યારે બહાર છે. તેનું કારણ એ છે કે, ઝાવિમો નેતા બાબુલાસ મરાંડી કોઈ પણ કિંમત ઝામુમોના નેતા હેમંત સોરેનને મહાગઠબંધનના નેતા માનવા માટે તૈયાર નથી. મરાંડી તેમની પાર્ટી માટે ઓછામાં ઓછી 22 સીટ ઈચ્છે છે. પરંતુ ઝામુમો અને કોંગ્રેસ તેમને 10થી 12 સીટ જ આપવા તૈયાર છે. તેના કારણે ઝાવિમોએ દરેક સીટ પરથી ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી છે.ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2,26,17,612 મતદારો રાજ્યના 81 ધારાસભ્યોને ચૂંટશે. રાજ્યમાં કુલ 1,18,16,098 પુરુષ મતદાર છે. અહીં મહિલા મતદારોની સંખ્યા 1,08,01,274 છે. 240 મતદાતાઓ થર્ડ જેન્ડર છે. જાન્યુઆરી 2019માં જાહેર કરવામાં આવેલી મતદાતાઓની યાદી પ્રમાણે કુલ વોચર 2,19,81,172 હતા. જ્યારે આઠ મહિનામાં આ સંખ્યા 6 લાખ 36 હજાર વધી છે.મુખ્યમંત્રી પદના દાવેદાર

ભાજપરઘુવર દાસ
ઝામુમોહેમંત સોરેન
ઝાવિમોબાબુલાલ મરાંડી

2014 વિધાનસભા ચૂંટણીની સ્થિતિ


પાર્ટીસીટવોટ શેર
ભાજપ3731.8%
AJSU53.7%
ઝામુમો1920.8%
ઝાવિમો810.2%
કોંગ્રેસ610.6%
અન્ય622.9%
કુલ81

Download Our B K News Today App



Related News