ઝારખંડ વિધાનસભામાં સૌપ્રથમ વખત 10 મહિલા MLA ચૂંટાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 13:19:44
  • Views : 401
  • Modified Date : 2019-12-24 13:19:44

ઝારખંડ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યારસુધીમાં વિધાનસભામાં 10 મહિલા ધારરાસભ્યો ચૂંટાઈ આવી હોવાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ત્યારે તાજેતરમાં જાહેર થયેલા ઝારખંડ વિધાનસભાના પરિણામ પર નજર કરતા ઝારખંડ વિધાનસભામાં સૌપ્રથમવાર બે આંકડામાં મહિલા ધારાસભ્યોની હાજરી જોવા મળશે.આ દસ મહિલાઓ પૈકી છ મહિલા ધારાસભ્યોએ સૌપ્રથમ વખત જ જીત મેળવી છે. આ અગાઉ વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામમાં નવ મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ હતી. ત્યારબાદ વર્ષ 2009માં આઠ 2005માં ફક્ત પાંચ જ મહિલાઓ વિજેતા રહી હતી.આમ આ વર્ષ 2019 વિધાનસભા ચૂંટણીમાં 127 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યો ડો. નીરા યાદવ જે રઘુવરદાસ સરકારમાં માનવ સંશાધન મંત્રી હતા, તેઓ કોદર્મા બેઠકથી જીત્યા હતા. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના જોબા માંઝી અને સિતા મુર્મુ પણ અનુક્રમે મોનહરપુર (એસ.ટી) તેમજ જામા (એસ.ટી) બેઠકથી જીત્યા હતા. સિતા શિબૂ સોરેનના પુત્રવધૂ છે અને તેમના સ્વર્ગસ્થ પુત્ર દુર્ગા સોરેનના પત્ની છે. ભૂતપૂર્વ ધારાસભ્ય અપર્ણા સેન ગુપ્તા ભાજપની ટિકિટ પર નિર્સા બેઠકથી લડ્યા હતા અને તેમણે વિધાનસભામાં ફરી એન્ટ્રી કરી છે.પ્રથમ વખત વિજય પ્રાપ્ત કરનારા કોંગ્રેસના ચાર મહિલા ધારાસભ્યોમાં અંબા પ્રસાદ (બરકાગાંવ), પૂર્ણિમા નિરજ સિંહ (ઝરિયા), મમતા દેવી (રામગઢ) અને દીપિકા પાંડ સિંહ (મહાગામા)નો સમાવેશ થાય છે. ઝરિયા બેઠક પર સિંહ સામ્રાજ્ય અને રઘુકુલ વચ્ચેના ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની લડાઈમાં દેરાણી પૂર્ણિમા સિંહે જેઠાણી રાગિણી સિંહ પાસેથી ભાજપની પરંપરાગત બેઠક છિનવી લીધી છે.પક્ષવાર કોંગ્રેસ પાસે સૌથી વધુ ચાર મહિલા ધારાસભ્યો છે જ્યારે જેએમએમ અને ભાજપના ત્રણ-ત્રણ મહિલા એમએલએને વિધાનસભામાં પ્રવેશ મળ્યો છે. મમતા દેવીએ રામગઢ બેઠક ઉપરથી એજેએસયુના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના સાંસદ ચંદ્રપ્રદાશ ચૌધરીના પરિવારને મ્હાત આપી હતી. ચૌધરીએ વખતે પત્નીને બેઠક પરથી રણમેદાનમાં ઉતાર્યા હતા. 27મી ડિસેમ્બરે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનાર જેએમએમના હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપત્ર ગ્રહણ કરશે.  

Download Our B K News Today App



Related News