એક્ટ્રેસે કહ્યું, ‘કેટરિના કેફ સાથેની સરખામણીએ મારું કરિયર ખરાબ કરી દીધું, 50 કિલો વજન ઘટાડ્યા પછી પણ ટ્રોલ થઈ’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 12:43:59
  • Views : 382
  • Modified Date : 2021-02-27 12:43:59

    2010માં ફિલ્મ ‘વીરમાં સલમાન ખાન સાથે ડેબ્યુ કર્યા છતાં ઝરીન ખાનને બોલિવૂડ ફિલ્મમાં જોઈએ તેટલી સફળતા ના મળી. ઝરીન પોતે કેટરિના કેફ જેવા દેખાવને લીધે ચર્ચાનું કેન્દ્ર બનું અને આ જ તેના માટે એક મુસીબત બની ગઈ. એક ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને પોતાના ફ્લોપ કરિયર વિશે ખૂલીને વાત કરી.

    ઝરીને કહ્યું, હા,શરૂઆતમાં જ ખબર નહિ આ લુક-અલાઈકવાળી વાત ક્યાંથી શરૂ થઇ ગઈ. આ વાત ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચી ગઈ કે હું કેટરિના કેફ જેવી દેખાવું છું. તેનાથી મારું કરિયર ખતમ થઇ ગયું. તે સમયે સોશિયલ મીડિયા હાલ જેટલું પાવરફુલ નહોતું અને આપણે બધા મીડિયા હાઉસિઝ અને ન્યૂઝપેપર્સ પર ડિપેન્ડ રહેતા હતા. તેવામાં મને લાગે છે કે, પબ્લિકને મને જોવાનો ચાન્સ જ ના મળ્યો અને તે લોકોએ અમુક પરસેપ્શન બનાવ્યા. હું તેમના માટે માત્ર એક ગોસિપ બની ગઈ.

    ઝરીને કહ્યું, મારું વજન પણ મારા માટે મુશ્કેલી ઊભી કરે છે. 100 કિલો વજન થયા પછી મેં 50 કિલો સુધી વજન ઓછું કર્યું, પરંતુ ત્યારે પણ મારા વજનને લીધે લોકોએ મને ટ્રોલ કરી. લોકોએ મને ફેટરિના કહ્યું. હું કોઈ પણ ઇવેન્ટમાં જતી ત્યારે કોઈ મારા માટે સારું લખતું નહોતું. માત્ર મારા વજન પર જ ચર્ચાઓ થતી નથી.

    ગયા વર્ષે સોશિયલ મીડિયા પર ઝરીને એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેમાં તેના પેટ પર સ્ટ્રેચ માર્ક્સ દેખાઈ રહ્યા હતા. આ ફોટોને જોઈને ટ્રોલર્સે તેમની બહુ મજાક ઉડાવી હતી. આ ટ્રોલર્સને ઝરીને કડકડતો જવાબ આપ્યો આપી લખ્યું હતું, જે લોકોને જાણવાની ઉત્સુકતા હતી કે મારા પેટને શું થયું છે આ લાઈન તેમના માટે છે. આ એક એવી વ્યક્તિનું નોર્મલ પેટ છે જેણે 50 કિલોથી વધારે વજન ઘટાડ્યું છે. હવે તે આવું જ દેખાય છે તેમાં કોઈ ફોટોશોપ નથી કર્યું કે મેં કોઈ ઓપરેશન કર્યું નથી. હું હકીકતમાં વિશ્વાસ રાખું છું. ઢાંકવાને બદલે ગર્વથી મારી ખામીઓને ગળે ભેટી છું. ઝરીન ખાને વીર ઉપરાંત હેટ સ્ટોરી 3 અને 1921 ફિલ્મમાં પણ કામ કર્યું છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138