સલમાન ખાને આ એક્ટ્રેસને ગળે લગાવી તો રજનીકાંત થઈ ગયા હતા નારાજ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-06 17:57:12
  • Views : 121
  • Modified Date : 2024-01-06 17:57:12

તમે પણ વિચારતા હશો કે આ સમયે કઈ અભિનેત્રી સૌથી વધુ સમાચારોમાં છે. એ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ અભિનેત્રી રંભા છે. રંભા ભલે આજે બોલિવૂડમાં એક્ટિવ નથી, પરંતુ અભિનેત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. બોલિવૂડ સિવાય અભિનેત્રીએ સાઉથ સિનેમા જગતની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં રંભાએ સલમાન ખાન રજનીકાંત વિશે એક મોટી વાત કહી છે. અભિનેત્રીએ કહ્યું કે, તે રજનીકાંત સાથે 'અરુણાચલમ' અને સલમાન ખાન સાથે 'બંધન'નું શૂટિંગ કરી રહી હતી. બંને ફિલ્મોનું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થયું હતું.શૂટિંગ દરમિયાન જ્યારે રંભાએ સલમાન ખાનને ગળે લગાવ્યો તો રજનીકાંત જોતો જ રહ્યો હતો. ત્યારે અન્ય એક વ્યક્તિએ અભિનેત્રીને કહ્યું કે, રજનીકાંત નારાજ છે...ત્યારબાદ રજનીકાંતે એક્ટ્રેસને પૂછ્યું હતું. તો એક્ટ્રેસે કહ્યું કે, 'મેં સલમાન ખાનને ઔપચારિકતા તરીકે ગળે લગાવ્યો.....' હાલમાં રંભા દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક સમય હતો જ્યારે રંભાએ પોતાની સુંદરતા અને એક્ટિંગથી ફેન્સના દિલો પર રાજ કર્યું હતું. રંભાએ ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવીને ગ્લેમરસ દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. આજે અભિનેત્રી એક્ટિંગથી દૂર છે.

Download Our B K News Today App



Related News