અમિતાભ બચ્ચનની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 15:40:28
  • Views : 496
  • Modified Date : 2024-03-15 15:40:28

બોલિવુડનો શેહનશાહ અમિતાભ બચ્ચન હંમેશા તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. 81 વર્ષની આ ઉંમરમાં પણ અભિનેતાના લાખો ચાહકો છે. હાલમાં અભિનેતાના સ્વાસ્થને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે સવારે તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. જેના માટે તેમને મુંબઈ સ્થિત કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો બિગ બીની તબિયતને લઈ ખુબ પરેશાન છે પરંતુ હાલમાં બિગ બી એકદમ સ્વસ્થ છે.બિગ બીએ આજે બપોરના 12 કલાકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતુ હમેશા ગ્રેટિટ્યુડ… કહેવામાં આવી રહ્યું છે કે, બચ્ચને સર્જરી બાદ પોતાના સોશિયલ મીડિયા પર તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.આ પહેલા પણ અમિતાભ બચ્ચનને કુલીની શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો કવિતાઓ તેમજ ફોટો પોસ્ટ કરતા રહે છે.તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે અને તેના ચાહકો સ્ટારની એક ઝલક જોવા માટે આતુર હોય છે. બિગ બીને મળવા માટે પણ તેના ઘરની બહાર ચાહકોની ભીડ લાગે છે. અમિતાભ બચ્ચન દર રવિવારે તેના ઘર જલસાની બહાર ચાહકો સાથે મુલાકાત કરે છે. ગુરુવારના રોજ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ચાહકો સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. આ સાથે તેમણે લખ્યું તુ કે, હમબલ્ડ બીયોંડ. અમિતાભ બચ્ચને 81 વર્ષની ઉંમરમાં પણ બોલિવુડમાં સતત કામ કરી રહ્યા છે. તેની પાસે હાલમાં અનેક ફિલ્મો છે જેના પર તેઓ કામ કરી રહ્યા છે. બિગબીની ફિલ્મોની લિસ્ટમાં મોટા મોટા બજેટની ફિલ્મો પણ સામેલ છે.

Download Our B K News Today App



Related News