ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓએ જોર પકડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-07 16:16:39
  • Views : 120
  • Modified Date : 2024-02-07 16:16:39

બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની અને એક્ટર ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઈશા દેઓલના છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે.ઘણા સમયથી એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન જીવનમાં સમસ્યાઓ છે. પરંતુ ઈશા દેઓલે પોતે છૂટાછેડાને લઈને મોટી માહિતી આપી છે. આટલું જ નહીં ઈશાએ છોકરીઓ માટે લીધેલા નિર્ણય પર પણ મોટું નિવેદન આપ્યું છે. ઈશાએ એક નિવેદન જાહેર કર્યું છે.ઈશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક દાયકાથી વધુ સમય પછી તેઓએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઈશા અને ભરતે પરસ્પર સહમતિથી આ નિર્ણય લીધો છે. ઈશાના કહેવા પ્રમાણે, “અમે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે…”વધુ મળતી માહિતી અનુસાર, ‘આ નિર્ણય અમારી દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન પછી અમારા બંને બાળકોનું હિત સૌથી મહત્વપૂર્ણ રહેશે’ એટલું જ નહીં ઈશા અને ભરતે આ ચાલી રહેલા હાલના સમયમાં પ્રાઈવસી રહે તેની અપીલ પણ કરી છે. હાલમાં દરેક જગ્યાએ ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓ જોર પકડી રહી છે.ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. લગ્નના 5 વર્ષ બાદ ઈશા દેઓલે પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી 2019માં પણ ઈશાએ તેની બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ઈશા-ભરતને બે પુત્રીઓ રાધ્યા અને મીરાયા છે. ઈશા છોકરીઓ સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.એક સોશિયલ મીડિયા યુઝરે એવો પણ દાવો કર્યો છે કે, ભરત એક અલગ મહિલા સાથે લગ્નેતર સંબંધ ધરાવે છે. આટલું જ નહીં ઈશાના પતિ ભરત નવા વર્ષના અવસર પર બેંગલુરુમાં એક પાર્ટીમાં જોવા મળ્યા હતા. કહેવાય છે કે તે સમયે ભરતની ગર્લફ્રેન્ડ પણ ત્યાં હતી.

Download Our B K News Today App



Related News