શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-20 18:10:54
  • Views : 138
  • Modified Date : 2024-01-20 18:10:54

સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાના અહેવાલો વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ત્રીજી વખત લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ક્રિકેટરે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી છે. સના અને શોએબે પોતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.તે બાદ સના જાવેદ તેનું નામ ઈન્ટાગ્રામ પર બદલીને સના શોએબ ઈબ્રાહિમ કર્યું છે.શોએબ મલિકની દુલ્હન સના જાવેદ એક પાકિસ્તાની અભિનેત્રી છે જે પાકિસ્તાની ફિલ્મો અને ડ્રામામાં દેખાય છે. તેણે વર્ષ 2012માં સિરિયલ 'શહેર-એ-જાત'થી ડેબ્યૂ કર્યું હતું. બાદમાં સના 'રુસવાઈ', 'રોમિયો વેડ્સ હીર', 'ડર ખુદા સે', 'ડંક', 'ખાની', 'એ મુશ્ત-એ-ખાક', 'પ્યારે અફઝલ', 'કાલા ડોરિયા' સહિતની ઘણી સીરિયલ્સમાં જોવા મળી હતી. આ દિવસોમાં તે ARY ચેનલના ડ્રામા 'સુકૂન'માં જોવા મળી રહી છે.સના જાવેદના પણ બીજા લગ્ન? : સના જાવેદે પણ શોએબ સાથે લગ્ન કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ અપડેટ કર્યું છે. તેણે પોતાની પ્રોફાઈલમાંથી 'સના જાવેદ' હટાવીને હવે 'સના શોએબ ઈબ્રાહિમ' લખ્યું છે.તમને જણાવી દઈએ કે શોએબ મલિક સાથે સનાના આ બીજા લગ્ન છે. આ પહેલા સનાએ વર્ષ 2020માં પાકિસ્તાની એક્ટર અને સિંગર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.તમને જણાવી દઈએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. આ દરમિયાન શોએબે સના સાથે લગ્ન કરી લીધા છે. જોકે, શોએબ કે સાનિયામાંથી કોઈએ હજુ સુધી તેમના છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું નથી.ફોટામાં સના ગોલ્ડન બ્રાઈડલ ડ્રેસમાં જોવા મળી રહી છે. હાથમાં હેવી જ્વેલરી અને ગજરા પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. શોએબ પણ મેચિંગ શાલ સાથે સફેદ શેરવાની પહેરીને ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. નિકાહ સમારોહની તસ્વીરોમાં શોએબ તેની દુલ્હનને બાંહોમાં પકડેલો જોવા મળે છે.

Download Our B K News Today App



Related News