ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-07 16:31:17
  • Views : 198
  • Modified Date : 2024-02-07 16:31:17

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા મિલાનીની મોટી પુત્રી ઈશા દેઓલના અંગત જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. ઈશા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે.ઈશા અને ભરતને બે દીકરીઓ છે : રાધ્યા અને મીરાયા. એકટ્રેસ ઈશા દેઓલે ઘણા સમય પહેલા જણાવ્યું હતું કે તેની બે બાળકીના નામ રાખવા પાછળ શું હેતુ છે.એકટ્રેસે કહ્યું કે, તેને તેની બંને દીકરીઓ રાધ્યા અને મીરાયાના નામનો સ્વર ગમે છે. તેણે નામોનો અર્થ શું છે તે વિગતવાર જણાવ્યું છે.ઈશાએ કહ્યું, “જ્યારે ભગવાન કૃષ્ણ રાધાની પૂજા કરે છે, ત્યારે તેને 'રાધ્યા' કહેવામાં આવે છે, જ્યારે મીરાયાનો અર્થ ભગવાન કૃષ્ણની ભક્ત એવો થાય છે. બંને છોકરીઓ એકબીજાની સમાન જ છે અને મને રાધ્યા અને મીરાયા સાથે રમે છે તે ગમે છે.તમને એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ઈશા કૃષ્ણપ્રેમી છે. તેમને પોતાના મેરેજ ઈસ્કોન ટેમ્પલમાં રાખ્યા હતા.

Download Our B K News Today App



Related News