યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઇન્ડીઝ સામે અનોખી સદી સાથે બની શકે છે પ્રથમ ભારતીય ખેલાડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-02 17:02:31
  • Views : 126
  • Modified Date : 2023-08-02 17:02:31

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે. બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે 1-0 જીત મેળવી હતી જ્યારે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતે 2-1 થી જીત મેળવી હતી. બે ટેસ્ટમાંથી પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત થઇ હતી જ્યારે બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. વનડે શ્રેણીની વાત કરીએ તો પ્રથમ મેચમાં ભારતની જીત થઇ હતી જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે જીત મેળવી શ્રેણી બરાબર કરી હતી પરંતુ અંતિમ મેચમાં ભારતે જીત મેળવીને શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. 3 ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ  વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની શરૂઆત થવા જઇ રહી છે જેમાં ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પાસે મોટી ઉપલબ્ધિ હાંસિલ કરવાની તક છે. યુઝવેન્દ્ર ચહલએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 91 વિકેટ લીધી છે અને તે 100 વિકેટથી માત્ર 9 વિકેટ જ દૂર છે. ચહલ 9 વિકેટ લેવાની સાથે 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની શકે છે. ભારતીય ટીમ તરફથી ચહલ બાદ ભૂવનેશ્વર કુમારે સૌથી વધુ 90 વિકેટ લીધી છે. ચહલની જો વાત કરીએ તો તેણે 75 મેચમાં 91 વિકેટ લીધી છે જેમાં 25 રન આપીને 6 વિકેટ તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે 4 કે તેથી વધુ વિકેટ 3 વખત લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 7 બોલર એવા છે જેમણે 100 કે તેથી વધુ વિકેટ લીધી છે.

Download Our B K News Today App



Related News