રેલવે પ્લેટફોર્મ ઉપર બેઠેલી ૨૨ વર્ષની યુવતી પર ગેંગરેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 11:39:58
  • Views : 337
  • Modified Date : 2020-12-14 11:39:58

ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવવામાં આવી છે. શહેરના શકુર બસ્તી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર માનસિક શાંતિ મળે તે માટે બેઠી હતી, અને ત્રણ લોકો તેને બળજબરીથી ખેંચીને સ્ટેશન પર જ કોઈ આવી જાય તેવી જગ્યા પર લઈ ગયા અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો, આ ગુરુવાર રાતની ઘટના છે. પોલીસે આરોપીઓને
ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આ યુવતી રેલવે સ્ટેશનની નજીકમાં જ પોતાના પરિવાર સાથે રહે છે, પોતાના પરિવાર સાથે થયેલી તકરાર બાદ આ યુવતી ગુરુવારે ઘરેથી નીકળી ગઈ હતી અને આ પછી તે રેલવે સ્ટેશન પર જઈને બેસી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સિનિયર
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે સ્ટેશન પર એક યુવતીને એકલી બેઠેલી જાેઈ હતી. આ પછી તેમણે યુવતીને ખોટી રીતે
સ્પર્શવા લાગ્યા હતા, આ પછી જેવો યુવતીએ વિરોધ કર્યો તો તે ત્રણે નરાધમો તેને ખેંચીને રેલવે સ્ટેશન પર કોઈ ના આવતું હોય તેવી ખૂણાવાળી જગ્યા પર લઈ ગયા હતા. રેલવે સ્ટેશન પર ખૂણામાં યુવતીને ખેંચી ગયા
પછી ત્રણે નરાધમોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, આ
પછી આરોપીઓએ મહિલાને એવી પણ ધમકી આપી હતી કે આ ઘટના વિશે જાણ કરવાની હિંમત ના કરતી. આ ત્રણે આરોપીઓ ઘટના સ્થળ પરથી રવાના થઈ ગયા પછી યુવતીએ પોતાના ઘરે જઈને ઘટના વિશે જણાવ્યું. આ વિશે પોલીસને જાણ કરવામાં આવી અને
પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી દીધી હતી. મહિલા પર બળાત્કાર થયો હોવાનું સાબિત થતા ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, ઘટનાની વધુ તપાસ માટે સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી કરાઈ રહી છે. દિલ્હીમાં બનતા ક્રાઈમ કેસ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે આ વર્ષમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧,૨૪૧ મહિલાઓ સામેના આચરવામાં આવેલા ગુના નોંધાયા છે, જ્યારે ૨૦૧૯માં આ કેસની સંખ્યા ૧,૭૨૩ હતી. ચાલુ વર્ષમાં દિલ્હીમાં મહિલાઓ પર અત્યાચારના ૧,૫૨૭ કેસ નોંધાયા છે જેનો આંકડો ૨૦૧૯માં ૨,૨૭૬ હતો. બળાત્કારના કિસ્સાઓના એનાલિસિસમાં બહાર આવ્યું કે બળાત્કારની ઘટનામાં ૯૭.૭% જાણીતા લોકો હોય છે જ્યારે ૨.૩% કેસમાં આરોપીઓ અજાણ્યા હોય છે.

Download Our B K News Today App



Related News