ટપોરી યુવકે વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂક્યું અને કહ્યું, મને તારી સાથે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 18:25:34
  • Views : 551
  • Modified Date : 2019-07-07 18:25:34

પાંડેસરા, પિયુષ પોઈન્ટ પાસેની શાળામાં પ્રવેશી ટપોરી યુવકે ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂકી, ‘મને તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે’ કહી ધમકાવી હતી. પાંડેસરાના યુવકે કરેલી હરકતો શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસારા, પિયુષ પોઈન્ટ પાસેની શાળામાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સ્થાનિક વિસ્તારનો નવલ પાટીલ નામનો ટપોરો યુવાન છેલ્લા એકાદ માસથી પરેશાન કરી રહ્યો હતો. દરમિયાન ગઈકાલે બપોરે નવલ પાટીલ વિદ્યાર્થિનીની શાળામાં પ્રવેશી ગયો હતો. ત્યારબાદ નવલે ક્લાસ રૂમમાં આવી વિદ્યાર્થિનીને ધક્કો મારી દિવાલ તરફ ધકેલી દીધી હતી, અને તેના કમરના ભાગે રાખેલો ચપ્પુ કાઢી તેણીના પેટ પર મૂકી દીધો હતો. આ દ્રશ્ય સીસીટીવીમાં કેમેરામાં આવી જતા પ્રિન્સીપાલે વિદ્યાર્થિનીના પિતાને બોલાવી જાણ કરી હતી.આ મામલે પિતાએ વિદ્યાર્થિીનીને પૂછતા નવલ છેલ્લા એકાદ માસથી પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરી છેડતી કરતો હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે પણ નવલે તેણીને ચપ્પુ બતાવી ફ્રેન્ડશીપ કરવા દબાણ કર્યું હતું, અને ફ્રેન્ડશીપ નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી નવલની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News