દેશના આગામી ચીફ જસ્ટિસ બની શકે છે યુયુ લલીત, વર્તમાન CJI રમણાએ કરી ભલામણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 12:07:29
  • Views : 305
  • Modified Date : 2022-08-04 12:07:29


દેશના આગામી ચીફ જસ્ટિસ બની શકે છે યુયુ લલીત, વર્તમાન CJI રમણાએ કરી ભલામણ


દેશની સર્વોચ્ચ અદાલતના નવા ચીફ જસ્ટિસને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.  દેશના આગામી ચીફ જસ્ટિસ યુ યુ લલિત બની શકે છે. નોંધનીય છે કે, આગામી 26 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના CJI રમણા નિવૃત થતાં હોઇ હવે જસ્ટિસ યુ યુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ બની શકે છે.. 


સુપ્રીમ કોર્ટના વર્તમાન CJI જસ્ટિસ રમણાએ જસ્ટિસ લલિતના નામની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે. પરંપરા મુજબ નિવૃત્ત થતા CJI નવા CJIના નામની ભલામણ કરે છે. જેથી હવે દેશના નવા ચીફ જસ્ટિસ યુ યુ લલિત બની શકે છે. નોંધનીય છે કે, CJI રમણા 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.


ભારતના ચીફ જસ્ટિસ એનવી રમણાએ આજે તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ કરી છે. જસ્ટિસ લલિત 49મા CJI બની શકે છે. ચીફ જસ્ટિસ રમણા આ મહિને નિવૃત્ત થઈ રહ્યા છે.


Download Our B K News Today App



Related News