આવતીકાલે મહારાષ્ટ્ર-હરિયાણામાં સરકાર નક્કી થશે, 21 ઓક્ટો. થયું હતું મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 17:10:58
  • Views : 389
  • Modified Date : 2019-10-23 17:10:58

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતી કાલે જાહેર થઈ જશે. 21 ઓક્ટોબરે મતદાન થયા પછી કાલે અહીં કોની સરકાર બનશે તે સસ્પેન્સ પુરૂ થઈ જશે. જોકે એક્ઝિટ પોલ્સ પ્રમાણે આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. જોકે સાચી તસવીર તો પરિણામ જાહેર થયા પછી જ સામે આવશે. મહારાષ્ટ્રમાં મુખ્ય ટક્કર ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી વચ્ચે છે. જ્યારે હરિયાણામાં બીજેપીની સીધી ટક્કર કોંગ્રેસ સાથે છે.આ વખતે બંને રાજ્યોમાં મતદાન ઘટ્યું.આ વખતે બંને રાજ્યોના મતદાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 60.05 ટકા મતદાન થયું હતું. વર્ષ 2014માં અહીં 63.08 ટકા મતદાન થયું હતું. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.એક્ઝિટ પોલમાં બીજેપીની જીત સરળ એક્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણીમાં મહારાષ્ટ્ર-હરિયાણામાં બીજેપીને સરળતાથી જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના વિશ્લેષણથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રની 288માંથી 211 સીટો ભાજપ-શિવસેનાના ગઠબંધનને મળી રહી છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 64 સીટ જ મળવાની શક્યતા છે. હરિયાણાની વાત કરીએ તો ભાજપને 90માંથી 66 સીટ પર જીત મળી શકે છે, જ્યારે કોંગ્રેસને માત્ર 14 સીટ જ મળવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News