યામી ગૌતમની મન ની વાત....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 17:54:41
  • Views : 555
  • Modified Date : 2019-05-12 17:54:41

અભિનેત્રી યામી ગૌતમનું માનવું છે કે 'ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં તેણે ભજવેલા પાત્રને કારણે તેને 'બાલા'માં કામ કરવાની તક મળી છે. યામીનું માનવું છે કે ફિલ્મ નિર્માતાઓની નજરમાં એક એક્ટરની સારી ઇમેજ મજબૂત બનાવવા માટે કેટલીક સારી ફિલ્મો અને મજબુત પાત્રો મહત્વનો રોલ ભજવે છે. મારું માનવું છે કે એક્ટર્સ દરેક ફિલ્મ સાથે નવાનવા અનુભવો મેળવીએ છીએ.  ફિલ્મો કરીએ છીએ એનાથી અમારી ક્ષમતાનો અંદાજ લગાવવામાં આવે છે. અમે શું છીએ અને શું કરવા યોગ્ય છીએ એનો માપદંડ અમે કરેલી ફિલ્મો છે. હું નસીબદાર છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની  તક મળી છે. યામીએ ઉરીમાં ઇન્ટેલિજન્સ ઓફિસરનો રોલ કર્યો હતો  અને રોલને કારણે તેને નવી જ ઇમેજ મળી છે. યામીને લાગે છે કે તેના આ રોલની મદદથી જ તેને 'બાલા'માં કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યામી એક સુપરમોડલના રોલમાં જોવા મળશે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140