રેસલિંગ ફેડરેશનની ચુંટણીની તારીખનુ થયુ એલાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 16:46:29
  • Views : 155
  • Modified Date : 2023-07-22 16:46:29

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી આગામી ઓગષ્ટ મહિનામાં થનાર છે. આ માટેની તારીખોને જાહેર કરવામાં આવી છે. સામે આવી રહેલા મીડિયા રિપોર્ટ મુજબ હવે ચુંટણી પ્રક્રિયા આગામી 12 ઓગષ્ટે યોજાશે. આ પહેલા જુલાઈ મહિનાની 11મીએ ચુંટણી પ્રક્રિયા થનારી હતી, કોર્ટ દ્વારા ચુંટણી પ્રક્રિયા પર રોક લગાવવમાં આવી હતી. આ દરમિયાન હવે સુપ્રિમ કોર્ટ દ્વારા ચુંટણી પ્રક્રિયા યોજવાને લઈ માર્ગ ખુલ્લો થયો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા અસમ હાઈકોર્ટના આદેશ પર જ રોક લગાવી દેવામાં આવી છે. આમ નવી તારીખ મુજબ ઓગષ્ટમાં ચૂંટણી પ્રક્રિયા યોજાશે.અસમ હાઈકોર્ટમાં અસમ રેસલિંગ ફેડરેશન દ્વારા અપિલ કરવામાં આવી હતી. જેને લઈ અસમ હાઈકોર્ટ દ્વારા ફેડરેશનની ચુંટણી પ્રક્રિયા પર રોગ લગાવવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે અસમ હાઈકોર્ટના ચુકાદા પર ગત મંગળવારે સ્ટે આપ્યો હતો. જેને લઈ ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો હતો.આગામી 1 ઓગષ્ટ ઉમેદવારી પત્ર દાખલ કરવા માટેની અંતિમ તારીખ છે. જ્યારે 2, ઓગષ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉમદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 7, ઓગષ્ટ છે. આમ 7મીએ ચુંટણીના ઉમેદવારોનુ આખરી ચિત્ર સ્પષ્ટ બની જશે.ચૂંટણીને લઈ પાંચ જેટલા વિવાદો સામે આવ્યા હતા. જોકે આ વિવાદોમાંથી એકને બાદ કરતા ચાર વિવાદોએ અંતિમ સમિતિને માટે ફાયદા કારક રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનુસાર ચુંટણી અધિકારી એમએમ કુમારે કહ્યુ હતુ કે, શરદ પવાર જૂથમાથી ઉમેદવારી નોંધાવી શકાશે નહીં. આવી જ રીતે રામદાસ તડસેના જૂથમાંથી પણ ઉમેદવારી નહીં થઈ શકે. પવાર અને તડસે જૂથના નેતૃત્વ ધરાવતા મહારાષ્ટ્રમાંથી ઉમેદવારી જ થઈ શકશે નહીં. આવી જ રીતે હરિયાણાના કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા જૂથને પણ અયોગ્ય કરાર કરવામાં આવ્યુ હોવાને લઈ તે પણ ઉમેદવારી નહીં કરી શકે.બ્રિજભૂષણના નજીકના ગણાતા રોહતાશ સિંહ અને રાકેશ સિંહના જૂથને ચૂંટણી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. તેલંગાણાના નરસિંહ રાવ અને હમજા બિન ઓમરને પણ સામેલ કરવાાં આવ્યા છે. જે બંને અંતિમ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. રાજસ્થાનથી ઉમેદસિંહ જૂથને સામેલ કરવામાં આવ્યુ છે.ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમની પર યૌન શૌષણના આરોપ લાગ્યા છે અને અનેક પહેલવાનોએ અધ્યક્ષના વિરુદ્ધમાં ધરણાના કાર્યક્રમ યોજ્યા હતા. અધ્યક્ષ પર આરોપ લાગ્યા બાદ અને ગુનો દાખલ થતા ફેડરેશનના કામકાજ માટે એક એડહોક સમિતિ રચવામાં આવી હતી.જોકે હવે બ્રિજભૂષણ ફરીથી સંઘમાં ચુંટણી લડી શકશે નહીં તેઓ છેલ્લા 12 વર્ષથી ફેડરેશનમાં અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે. જેને લઈ હવે તેઓ નિયમોનુસાર ફરીથી ફેડરેશનની ચુંટણી લડી શકશે નહીં. બ્રિજભૂષણ સંઘમાં પોતાનો પગ જમાવી રાખવા માટે પોતાને બદલે પોતાના પરિવારમાંથી જ ઉમેદવારી કરાવશે. આ માટે પોતાના પુત્રને તે ચુંટણીમાં ઉતારી શકે છે અને તેને અધ્યક્ષ પદ પર દાવેદારી કરાવી શકાય છે.

Download Our B K News Today App



Related News