વાહ બાપુ વાહ! રીવાબાએ આખરે કેમ કીધું કે તાજ નહીં તલવાર છે પસંદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 15:57:50
  • Views : 105
  • Modified Date : 2023-11-25 15:57:50

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પત્ની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.જાડેજાની પત્ની રિવાબાએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે તેના પતિ સાથે તલવારબાજીમાં હાથ અજમાવતી જોવા મળી રહી છે.જાડેજાની પત્નીએ લખ્યું, "ક્યારેય તાજની પરવા નથી કરી, હંમેશા તલવારને પસંદ કરી."રવિન્દ્ર જાડેજા ઘણીવાર મેદાન પર તલવારબાજીની સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતો જોવા મળે છે. અડધી સદી અને સદી પૂરી કર્યા બાદ જાડેજાને બેટથી તલવારબાજી કરવી પસંદ છે. રિયલ લાઈફમાં પણ જાડેજા ઘોડેસવારી અને તલવારબાજીનો શોખીન છે.

Download Our B K News Today App



Related News