અમદાવાદમાં છવાયો વર્લ્ડકપ ફીવર, સ્ટેડિયમ પહોંચવા ચાહકો કરી રહ્યા છે મેટ્રોની પસંદગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-19 14:39:19
  • Views : 107
  • Modified Date : 2023-11-19 14:39:19

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ ફીવર જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ છે. મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકો પહોંચી રહ્યા છે. ત્યારે સ્ટેડિયમ પહોંચવા ક્રિકેટ રસિકો મેટ્રોની પસંદગી કરી રહ્યા છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચને લઇને પહેલેથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બૂકિંગ હાઉસ ફુલ છે. ત્યારે લોકો સ્ટેડિયમ પહોંચવા મેટ્રોની પસંદગી કરી રહ્યા છે. મેટ્રોમાં જવાથી ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળે છે. ત્યારે સ્ટેડિયમ પહોંચવા સરળ અને સસ્તું માધ્યમ મેટ્રો હોવાથી લોકો તેની પસંદગી કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News