વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ આૅલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:53:32
  • Views : 2414
  • Modified Date : 2019-05-22 12:26:29

રાત્રે દેખાતાં બિહામણા ઘુવડ એક વિચિત્ર પક્ષી છે. ઘુવડની ઘણી જાત હોય છે. ગોળાકાર ચહેરામાં બે મોટી મોટી આંખો અને વચ્ચે અણિયાળી ચાંચ ઉપર અને માથાપર શિંગડા જેવા કાન ધરાવતાં ઘુવડ હોરર ફિલ્મોમાં ઘણી વાર જોવા મળે. શહેરમાં તે ઓછા દેખાય પરંતુ ગામડાની સીમ કે વગડામાં અવાવરૂ જગ્યાઓમાં ઘુવડ જોવા મળે. ઘુવડને ઘણી જાત હોય છે તેમાં સૌથી મોટા કેનેડાના ગ્રેટ હોનર્ડ આૅલ છે. આ ઘૂવડના અણિયાળા ઉભા કાન શિંગડા જેવા દેખાય છે. આ ઘુવડ ૧૮ થી ૨૫ ઇંચ લાંબા હોય છે અને પાંખોનો ઘેરાવો ૩૫ થી ૬૦ ઇંચ હોય છે. કાબરચિતરાં રંગના આ ઘુવડને મોટી ગોળાકાર સોનેરી રંગની આંખ હોય છે. ઘુવડ ડોળા ફેરવી શકતું નથી પણ બદલામાં તેની ડોક ચારે તરફ ફેરવી શકે છે. ઘુવડ રાત્રે શિકાર કરે છે. ઘુવડ મોટે ભાગે ઊંચા ઝાડના થડની બખોલમાં રહે છે. તે માળા બાંધતા નથી. તે બીજા પક્ષીઓને ખોડી દીધેલા માળામાં ઇંડા મૂકે છે.


Download Our B K News Today App



Related News

Sharing this season together is the greatest gift of all Marry...

  • by B.K.NEWS DAINIK
  • December 27, 2020, 1:54 pm
  • 3039

કંજુસ માણસનો ભરોસો ના...

  • by B.K.NEWS DAINIK
  • May 4, 2019, 12:50 pm
  • 1035

બકરાની...

  • by B.K.NEWS DAINIK
  • April 27, 2019, 1:28 pm
  • 717