કંજુસ માણસનો ભરોસો ના કરાય
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-04 12:50:59
- Views : 1037
- Modified Date : 2019-05-04 12:50:59
રંગપુર ગામના ચાર યુવાનો પૈસા કમાવા પરદેશ ગયા. ચારેય સ્વભાવે કંજુસ હતા. ગામમાં ચારેયના ઘર એક જ વંડા(કમ્પાઉન્ડ)માં હતા. પરદેશમાં ખુબ કમાણી કરતા રહ્યા અને ખાસ્સી બચત પણ કરતા રહ્યા. ખુબ પૈસા ભેગા કર્યા પછી એ લોકો પોતાના ગામ રંગપુર પાછા ફર્યા. એકબીજા સાથે ફોન પર વહેવાર ચાલુ હતો એટલે નક્કી કરીને એક જ દિવસ ગામમાં આવ્યા. ગામના પાદરે એટલે કે પ્રવેશદ્વારે ચારેય ભેગા મળ્યા. એકબીજાને ભેટીને ખબર-અંતર પૂછયા.ચારેયએ વાત કરી, અલ્યા આપણે કમાણી કરીને આવ્યા છીએ તો સોનું લાવ્યા કે નહીં? ગામલોકોને ખબર પાડવી પડશે કે આપણે સોનું વસાવ્યું છે. ચારેય એકબીજા સાથે વાત કરી. એક કહે, મેં સોનાની ફ્રેમના ચશ્મા બનાવડાવ્યા છે. બીજો કહે, આ જો મેં તો સોનાની વીંટી બનાવડાવી છે. ત્રીજો કહે, મેં પણ સોનાની થાળી લીધી છે. ચોથો યુવાન વધારે કંજુસ હતો એ કહે મારો તો એક દાંત સોનાનો કરાવ્યો છે. એટલે પછી વધારે સોનું નથી લીધું. ખોટો ખર્ચ કોણ કરે!ચારેય યુવાનોએ એકબીજાને સવાલ કર્યો, અલ્યાઓ! આપણે સોનું કમાઈ લાવ્યા છીએ તો ગામલોકોને ખબર પાડી દઈએ. આપણને બધા કંજૂસ કંજૂસ કહીને ચીઢવતા હતા, એમને બતાવી દઈએ કે આપણેય સોનું ખરીદી શકીએ છીએ.ચારેય યુવાનોએ આ વાતે હા પાડી. સાથે જ સવાલ થયો, ગામ લોકોને આ બધું બતાવીશુ ક્યારે? બધાને એકસાથે જ બતાવી દઈએ. નહિતર બધા જોઈ લે ત્યાં સુધી આ વસ્તુઓ વાપરવી પડશે અને સોનું ઘસાઈ ઘસાઈને ઓછું થઈ જશે. તો એક કામ કરીએ, ગામમાં ગયા પછી આખા ગામને આપણે ત્યાં બોલાવીએ. એક યુવાન કહે, પણ બધાને બોલાવીશું તો જમાડવા પડશે. અને એમાં ખર્ચો કેટલો બધો થઈ જશે!આખરે ચારેય જણે એક આઈડિયા કર્યો. ચારેયે એકબીજાને તાલી આપી! આ જ કિમીયો સરસ છે, સાપ પણ મરે અને લાઠીય ન ભાંગે!ગામમાં આવ્યા પછી બીજા દિવસે ચારેય યુવાનો ગામમાં ફરી વળ્યા. અમે પરદેશ ખેડી આવ્યા છીએ. આજે સાંજે અમારે ત્યાં તમારું નોંતરું છે.આ સાંભળીને ગામલોકો ખુશ થયા. હાશ! ચાલો, પરદેશ જઈ આવ્યા પછી આ કંજૂસો સુધરી ગયા!સાંજે આખું ગામ ચારેય યુવાનોના ઘર પાસે ભેગું થયું. ચશ્માવાળો યુવાન ઝાંપે ઊભો રહી ચશ્મા ઉતારીને એક એકને કહેતો, આવો આવો ભાઈ!બીજો યુવાન એનાથી થોડે દૂર ઊભો રહીને બધાને આંગળી ચીંધીને કહે, ત્યાં ઓટલે બેસો ભાઈસાહેબ! એ આંગળી ચીંધે એટલે બધાને વીંટી દેખાય.ત્રીજાએ ઓટલા પર વચ્ચોવચ સોનાની થાળી મૂકી હતી અને કહેતો હતો, સોનાની થાળીમાં જમવાથી કોઈ રોગ ન થાય હોં!ચોથો એની બાજુમાં જ ઊભો હતો. એ બધાને પોતાનો સોનાનો દાંત બતાવીને કહેતો હતો. મે સોનાનો દાંત એટલે જ બનાવી લીધો છે. સોનાના દાંતથી ચાવીએ તો કોઈ રોગ ન થાય!બધાને ચારેય યુવાનોની પત્નીઓએ પાણી પીવડાવ્યું. બધા બેઠા એટલે ચારેય યુવાનોએ કહ્યું, અમે પરદેશ કમાઈને આવ્યા અને સોનું પણ વસાવી લાવ્યા છીએ. એ જોવા આપ સહુ પધાર્યા એ બદલ અમે આપ સહુના ખુબ જ આભારી છીએ. કોઈક દિવસ સમય કાઢીને અમારા ઘેર જમવા પણ પધારજો એવી વિનંતિ!ગામલોકો કહે, એલા! આજે બધા ભેગા થયા છે તો આજે જ જમાડી દો!ચારેય યુવાનો કહે, અરે હા! એ વાત તો ધ્યાનમાં જ ન આવી! હવે તો રાંધતાં વાર લાગે અને તમે બધા ભૂખ્યા બેસી રહો એ સારું ન લાગે! માટે ફરી ક્યારેક પધારજો! નમસ્તે!!ગામ લોકો બધા ખીજાયા. આ ચારેય નંગ પરદેશ ખેડી આવ્યા તો પણ રહ્યા કંજૂસ ના કંજૂસ!!! નકામું આખા ગામને દુઃખી કર્યું. હવે આમની વાતનો ભરોસો ન કરાય! ચાલો ભાઈઓ, પોતપોતાના ઘેર.
Related News
રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર...
- by B.K.NEWS DAINIK
- April 15, 2023, 10:36 am
- 385
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો...
- by
- September 13, 2022, 1:15 pm
- 707
સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:54 pm
- 1685
Sharing this season together is the greatest gift of all Marry...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:54 pm
- 3040
ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ...
- by B.K.NEWS DAINIK
- December 22, 2020, 1:48 pm
- 1561
અબજોપતિ છે આ 9 વર્ષનું બાળક, યુટ્યૂબ પર 2020માં સૌથી વધુ 221 કરોડની કમાણી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 3:28 pm
- 969
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 910
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં બાળકો માટે ₹45 લાખનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે,...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:13 pm
- 1177
વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2020, 4:52 pm
- 1154
એક ઉંદરને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો ..જોવો સુ મજાની...
- by B.K.NEWS DAINIK
- November 29, 2019, 2:20 pm
- 2251
વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી દુશ્મન આવી પ્રેમાળ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2019, 1:24 pm
- 1834
બાળકને માત્ર પુસ્તકિયું નહીં પ્રેક્ટિકલ જ્ઞાાન પણ...
- by B.K.NEWS DAINIK
- July 15, 2019, 4:34 pm
- 1737
વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન જોવો કેટલુ વપરાય...
- by B.K.NEWS DAINIK
- June 20, 2019, 3:11 pm
- 990
ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી...
- by B.K.NEWS DAINIK
- May 25, 2019, 11:53 am
- 1384
વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ...
- by B.K.NEWS DAINIK
- May 22, 2019, 12:26 pm
- 2415
કંજુસ માણસનો ભરોસો ના...
- by B.K.NEWS DAINIK
- May 4, 2019, 12:50 pm
- 1037
ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે...
- by B.K.NEWS DAINIK
- May 2, 2019, 1:16 pm
- 1165
નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને...
- by B.K.NEWS DAINIK
- May 1, 2019, 12:47 pm
- 738
બકરાની...
- by B.K.NEWS DAINIK
- April 27, 2019, 1:28 pm
- 717



