પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં બાળકો માટે ₹45 લાખનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે, કેવી રીતે જાણો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 12:13:39
  • Views : 1177
  • Modified Date : 2020-12-15 12:13:39

    તમારાં બાળકને સારું શિક્ષણ અથવા સારી રીતે લગ્ન કરાવવા એ દરેક માતા-પિતાનું સપનું હોય છે. પરંતુ તેના માટે ફંડ તૈયાર કરવું એ સરળ નથી હોતું. આ બંને કામમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે. જો તમે પણ તમારાં બાળક માટે મોટું ફંડ તૈયાર કરવા માગતા હો તો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ તમારી સમસ્યાનું સમાધાન છે. આ સ્કીમ અંતર્ગત તમે 20 વર્ષ સુધી દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરી તમારાં બાળક માટે 45 લાખ રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો.પોસ્ટ ઓફિસ RD પર 5.8% લેખે વ્યાજ મળે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમને FD કરતાં વધુ સારું વ્યાજ મળે છે. તેમજ, તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. આજે અમે તમને આજે જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે RDમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરીને મોટી રકમ તૈયાર કરી શકો છો.

    જો તમે ઈન્ડિયા પોસ્ટની RDમાં દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરશો તો 20 વર્ષ પછી તે વાર્ષિક 5.8% વ્યાજના દર અનુસાર લગભગ 45 લાખ રૂપિયા થઈ જશે. 24 લાખ રૂપિયા તમે જમા કરાવશો, જ્યારે તમને 21 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.જો તમે દર મહિને 5 હજાર રૂપિયાનું રોકાણ કરશો તો 20 વર્ષ પછી તે વાર્ષિક 5.8% વ્યાજ દર અનુસાર આશરે 22.5 લાખ રૂપિયા થઈ જશે. તમારા દ્વારા 12 લાખ રૂપિયા જમા કરવામાં આવશે, જ્યારે તમને વ્યાજ રૂપે 10.5 લાખ રૂપિયા મળશે.નાનાં બાળકોના નામે પણ આ ખાતું ખોલી શકાય છે. જો તમે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના હો તો તમે તેને જાતે ઓપરેટ કરી શકો છો. 3 લોકો એકસાથે જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકે છે. તમે એક અથવા વધુ અકાઉન્ટ્સ પણ ખોલાવી શકો છો.

    પોસ્ટ ઓફિસ ડિપોઝિટ અથવા RD તમને મોટી બચત કરવામાં મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. મતલબ કે, તમે પગાર પછી દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ મુકતા રહો છો અને 5 વર્ષ પછી તમારા હાથમાં એક મોટી રકમ આવશે. ભલે તમને ઘરની પિગી બેંકમાં પૈસા જમા કરાવવા પર ઇન્ટરેસ્ટ ન મળતો હોય પરંતુ તમને આ સ્કીમમાં પૈસા જમા કરાવવા પર મોટી રકમનું વ્યાજ મળે છે.



Download Our B K News Today App



Related News