ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે ?...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 13:16:56
  • Views : 1181
  • Modified Date : 2019-05-02 13:16:56

જીવનમાં કોઈપણ વસ્તુની વધારે પડતી લત હાનિકારક હોય છે. તે સારી વસ્તું પણ કેમ ન હોય દા.ત આખો દિવસ તમે ફક્ત કોલ્ડ્રીંક અને પડીકા ખાઈને વીડિયો ગેમ રમી રહ્યાં છો તો ખરાબ રીતે હેલ્થ લથડી શકે છે.એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જે લોકો એકથી દોઢ કલાક વીડિયો ગેમ રમે છે તેમના દિમાગમાં ગ્રે મેટર્સ ડેવલપ થાય છે. તેની સંખ્યા દિમાગમાં વધવા લાગે છે. ગ્રે મેટર્સની સીધી અસર તમારી ઈન્ટેલીજન્સ પર થતી હોય છે. સાઉથ આફ્રિકન ન્યૂરો સાયન્ટિસ્ટ ડિ ફિમ ડેવીલર્સે જણાવ્યું કે ગેમ રમવું તમારા દિમાગના સ્પેશિયલ ઈન્ટેલીજન્સને ઈમ્પ્રુવ કરાવે છે.સ્પેશિયલ ઈન્ટેલીજન્સથી કોઈપણ વસ્તુને એકવાર જોયા બાદ તેને વિઝ્યુલાઇઝ કરીને એનલાઈઝ કરાવવાનું સંભવ બનાવે છે. આ એ માટે શક્ય બને છે કારણ કે વીડિયો ગેમ રમતા સમયે આપણે ઈમેજીનેશન, ઓબ્ઝર્વેશન, અને રિફ્લેક્સિસને વધારે ઉપયોગમાં લઈએ છીએ. તેના કારણે ગેમર્સના દિમાગમાં પોઝિટિવ બદલાવ આવવા લાગે છે. સારું કોઓર્ડિનેશન, ક્વિક રિફલેક્શ સેક્શન અને કોઈપણ નાના બદલાવને સરળતાથી સ્પોટ કરવું આ બધી એબિલિટી ગેમર્સના દિમાગમાં વિકસિત થઈ જાય છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગેમર્સ નોન ગેમર્સ કરતા સારી રીતે ડ્રાઈવીંગ કરી શકે છે કારણ કે ગેમ રમવાથી રીફ્લેકસીસ સ્ટ્રોંગ થઈ ગયા હોય છે. કેટલાક રિસર્ચર્સનું માનવું છે કે એક્શન ગેમ, જોબ રિલેટેડ સ્કિલ્સ, બાળકોમાં મુશ્કેલ ટાસ્ક અને દિમાગમાં મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ રોકવા માટે એક થેરાપીનું કામ કરે છે.એક મિથ છે કે વીડિયો ગેમ રમવાથી આંખો નબળી થઈ જાય છે. પરંતુ રિસર્ચરોએ તેનાથી વિપરીત તારણ કાઢ્યું છે. રિસર્ચરો મુજબ ગેમ આંખને ઈમ્પ્રુવ કરે છે. જોકે આંખો પર તણાવ જરૂર આવી શકે છે. પરંતુ હજુ સુધી આંખો નબળી થાય તેનું સાયન્ટિફીક તારણ મળ્યું નથી.સાયન્સના તારણ પરથી જાણવા મળ્યું કે દિમાગ નબળું નહીં પરંતુ ફાસ્ટ થાય છે. તે સિવાય આંખોમાં કલર જોવાની ખુબી પણ વિકસતી જોવા મળી. બ્રેન સ્કેનથી જાણવા મળ્યું કે ગેમ રમવાથી દિમાગના ત્રણ ભાગો પોઝિટીવલી ઇફેક્ટ કરે છે. તેનાથી જ લોજીકલ ઇન્ટેલિજન્સમાં સુધારો થાય છે.આ પ્રકાર ગેમોની સાઈડ ઈફેક્ટ પણ હોય છે. વધારે પડતી ગેમ તમને અડેક્ટિવ બનાવી શકે છે. કોઈપણ વસ્તુની વધારે પડતી લત હેલ્થને બગાડી પણ શકે છે. તે માટે ગેમને વધુ પડતો સમય ન આપો અને નિશ્ચિત માત્રામાં રમો કેમ કે ગેમની બહાર પણ એક દુનિયા છે. જે આપણા માટે ખુબ મહત્વની છે.

Download Our B K News Today App



Related News

Sharing this season together is the greatest gift of all Marry...

  • by B.K.NEWS DAINIK
  • December 27, 2020, 1:54 pm
  • 3077

કંજુસ માણસનો ભરોસો ના...

  • by B.K.NEWS DAINIK
  • May 4, 2019, 12:50 pm
  • 1057

બકરાની...

  • by B.K.NEWS DAINIK
  • April 27, 2019, 1:28 pm
  • 734