બાળકને માત્ર પુસ્તકિયું નહીં પ્રેક્ટિકલ જ્ઞાાન પણ આપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 16:34:29
  • Views : 1738
  • Modified Date : 2019-07-15 16:34:29

માતાપિતા પોતાના સંતાનને ઉચ્ચ કેળવણી આપવા શ્રેષ્ઠ શાળામાં દાખલ કરવાનો આગ્રહ રાખે તેમાં કાંઈ ખોટું નથી. પણ માત્ર બેસ્ટ સ્કૂલમાં એડમિશન અપાવી દેવાથી તેમની ફરજ પૂરી નથી થઈ જતી. બાળકને પુસ્તકીયા જ્ઞાાન સાથે વ્યવહારિક જ્ઞાાન આપવું પણ એટલું જ જરૂરી છે. તેથી માબાપ જ્યારે બાળકને ઘરમાં ભણાવતા હોય ત્યારે ચોક્કસ બાબતો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ જેમ કે...બાળકને શિસ્તના પાઠ ભણાવો. સમયસર સુવું, ઉઠવું, ભણવું, રમવું આવશ્યક છે. જો તે નાનપણથી સમયની પાબંદી સમજશે તો સમય તેમના હાથમાંથી સરી નહીં જાય.સંતાનને હોમવર્ક કરતી વખતે કાંઈ મુંઝવણ હોય તો માર્ગદર્શન આપો, પણ તેના ભાગનું હોમવર્ક કરી આપવાની ભૂલ ન કરો. આમ કરવાથી તે આળસુ બની જશે.જો તમારું બાળક અભ્યાસમાં નબળું હોય તો તેને આખો દિવસ ભણવા બેસાડી રાખવું કે તેના ઉપર સારા ગુણાંક લાવવાનું દબાણ કરવું જોખમી બની રહે છે. ઘણીવાર ભારે સ્ટ્રેસ હેઠળ બાળક આત્મહત્યા કરી બેસે છે. તેવી જ રીતે તેની તુલના હોંશિયાર બાળક સાથે કરવી પણ ખતરાથી ખાલી નથી.આજની તારીખમાં અસામાજિક તત્ત્વો ત્રણ-ચાર વર્ષની બાળકીનું યૌન શોષણ કરતાં પણ નથી ખચકાતા. તેથી છોકરીઓને જ નહીં, છોકરાઓને પણ સેક્સ એજ્યુકેશન અચૂક આપો. કમ સે કમ સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ સમજાવો.બાળકને નાનપણથી જ બચત કરવાનું શીખવો. આને માટે તેને પીગી  બેંક લાવી આપો. બચપણની આ ટેવ આગળ જતાં ફાયદાકારક પુરવાર થશે. વળી તેને પૈસાની કિંમત પણ સમજાશે.તમારા સંતાનને ઇમાનદારીની શીખ આપો. તે વાતવાતમાં ખોટું ન બોલે કે ઘરમાંથી ચોરી ન કરે તેનું ધ્યાન રાખો. જો નાદાનીમાં આવું કરી બેસે તો તેને મારપીટ કરવાને બદલે શાંતિથી સમજાવો. તમારું સંતાન વિદ્યાર્થી તરીકે કેવું છે, શાળામાં તેનંુ વર્તન કેવું છે, તે અભ્યાસમાં ધ્યાન આપે છે કે નહીં, ઇત્તર પ્રવૃત્તિમાં કેટલો રસ લે છે તેની પૃચ્છા કરવા અવારનવાર તેના શિક્ષકની મુલાકાત લો. જ્યાં નબળાઈ દેખાય ત્યાં તે સુધારવાનો પ્રયાસ કરો.


Download Our B K News Today App



Related News