અબજોપતિ છે આ 9 વર્ષનું બાળક, યુટ્યૂબ પર 2020માં સૌથી વધુ 221 કરોડની કમાણી કરી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-21 15:28:52
- Views : 984
- Modified Date : 2020-12-21 15:28:52
ડિજિટલ મીડિયાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયાને એટલી હદે અસર કરી છે કે આ પ્લેટફોર્મ પરના લોકપ્રિય લોકો પરંપરાગત કારકિર્દીથી પણ ઘણું જ વધારે કમાણી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ પ્લેટફોર્મ પર કમાણીની દૃષ્ટિએ કોઈ વયમર્યાદા નથી. આનું નવીનતમ ઉદાહરણ યુટ્યૂબ છે, જ્યાં વર્ષ 2020માં સૌથી વધુ કમાણી એક એવા છોકરાએ કરી છે, જે હાલમાં 10 વર્ષનો પણ નથી થયો.અમેરિકાના ટેક્સાસમાં રહેતા 9 વર્ષીય રાયન કાઝી યુટ્યૂબ પર રમકડાં અને ગેમ્સને અનબોક્સ અને સમીક્ષા કરે છે. તે વર્ષ 2020માં યુટ્યૂબ દ્વારા 29.5 મિલિયન ડોલર એટલે કે 221 કરોડની કમાણી કરી ચૂક્યો છે. આ સિવાય વર્લ્ડ બ્રાન્ડેડ ટોય અને ક્લોથિંગ દ્વારા પણ આ બાળકે 200 મિલિયન ડોલરની કમાણી કરી છે.રાયને તાજેતરમાં જ નિકેલોડિયેન સાથે તેની પોતાની ટીવી-સિરીઝનો સોદો કર્યો છે. કાઝીનો સૌથી લોકપ્રિય વિડિયો હ્યુઝ એગ્સ સરપ્રાઈઝ ટોય ચેલેન્જના 2 બિલિયનથી વધુ જોવાયા છે. આ વિડિયો યુટ્યૂબના ઇતિહાસમાં 60 સૌથી વધુ જોવાયેલા વિડિયોઝમાં સામેલ છે.
રાયને વર્ષ 2015માં વિડિયો બનાવવાની શરૂઆત કરી હતી. તેને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે રમકડાના રિવ્યૂના વિડિયો જોવાનું શરૂ કર્યા હતા. રાયનના વિડિયો સમીક્ષાની પદ્ધતિ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગી અને તેના ચાહકો વધવા લાગ્યા. રાયનની લોકપ્રિયતા ત્રણ વર્ષ પછી ટોચ પર પહોંચી હતી અને તે 2018 અને 2019માં પણ યુટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરનાર યુટ્યૂબર હતો.રાયનની લોકપ્રિયતા જોતાં અનેક રમકડાં કંપનીઓ તેમની પાસે આવે છે અને રાયન નવીનતમ રમકડાં અનબોક્સ કરે છે અને તેમની સમીક્ષા કરે છે. જ્યારે યુટ્યૂબ પર કરોડો લોકો તેના આ વિડિયો જુઓ છે. રાયન છેલ્લાં પાંચ વર્ષમાં પોતાને એક સફળ બ્રાન્ડ બનાવવામાં સફળ રહ્યો છે. વર્ષ 2020ની ફોર્બસ લિસ્ટ ઓફ યુટ્યૂબ સ્ટાર્સમાં બીજા નંબર પર 22 વર્ષના જિમી ડોનાલ્ડસન છે જે લગભગ મિસ્ટર બીસ્ટ તરીકે ઓળખાય છે, જેમણે લગભગ 24 મિલિયનની કમાણી કરી છે અને તેઓ પ્રથમ વખત આ યાદીમાં સામેલ થવામાં સફળ થયા છે.
Related News
રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર...
- by B.K.NEWS DAINIK
- April 15, 2023, 10:36 am
- 416
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો...
- by
- September 13, 2022, 1:15 pm
- 774
સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:54 pm
- 1713
Sharing this season together is the greatest gift of all Marry...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:54 pm
- 3077
ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ...
- by B.K.NEWS DAINIK
- December 22, 2020, 1:48 pm
- 1594
અબજોપતિ છે આ 9 વર્ષનું બાળક, યુટ્યૂબ પર 2020માં સૌથી વધુ 221 કરોડની કમાણી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 3:28 pm
- 984
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 928
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં બાળકો માટે ₹45 લાખનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે,...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:13 pm
- 1190
વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2020, 4:52 pm
- 1167
એક ઉંદરને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો ..જોવો સુ મજાની...
- by B.K.NEWS DAINIK
- November 29, 2019, 2:20 pm
- 2267
વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી દુશ્મન આવી પ્રેમાળ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2019, 1:24 pm
- 1848
બાળકને માત્ર પુસ્તકિયું નહીં પ્રેક્ટિકલ જ્ઞાાન પણ...
- by B.K.NEWS DAINIK
- July 15, 2019, 4:34 pm
- 1759
વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન જોવો કેટલુ વપરાય...
- by B.K.NEWS DAINIK
- June 20, 2019, 3:11 pm
- 1005
ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી...
- by B.K.NEWS DAINIK
- May 25, 2019, 11:53 am
- 1401
વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ...
- by B.K.NEWS DAINIK
- May 22, 2019, 12:26 pm
- 2429
કંજુસ માણસનો ભરોસો ના...
- by B.K.NEWS DAINIK
- May 4, 2019, 12:50 pm
- 1057
ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે...
- by B.K.NEWS DAINIK
- May 2, 2019, 1:16 pm
- 1180
નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને...
- by B.K.NEWS DAINIK
- May 1, 2019, 12:47 pm
- 754
બકરાની...
- by B.K.NEWS DAINIK
- April 27, 2019, 1:28 pm
- 734



